________________
બીજું પ્રકરણ
જૈનતકભાષાનું પરિશીલન ગ્રન્યકાર :
પ્રસ્તુત ગ્રંથ “જેનતભાષાના પ્રણેતા ઉપાધ્યાય શ્રીમાન્યરવિજય છે. તેમના જીવન અંગે સત્ય, અર્ધસત્ય અનેક વાતો પ્રચલિત હતી પરંતુ જ્યારથી તેમના સમકાલીન ગણી કાન્તિવિજયજીએ રચેલો “સુજાવેલી ભાસ પૂરો પ્રાપ્ત થયો, જે તદ્દન વિશ્વસનીય છે, ત્યારથી તેમના જીવનની સાચેસાચી વાતો તદ્દન સ્પષ્ટ થઈ ગઈ. તે ભાસતત્કાલીન ગુજરાતી ભાષામાં પદ્યબદ્ધ છે, જેનું આધુનિક ગુજરાતીમાં સટિપ્પણ સાર-વિવેચન પ્રસિદ્ધ લેખક શ્રીયુત મોહનલાલ દેસાઈએ લખ્યું છે. તેના આધારે અહીં ઉપાધ્યાયજીનું જીવન સંક્ષેપમાં આપવામાં આવે છે.
ઉપાધ્યાયજીનું જન્મસ્થાન ગુજરાતમાં કલોલ પાસે આવેલું કનો' નામનું ગામ છે જે આજ પણ મોજૂદ છે. તે ગામમાં નારાયણ નામનો વેપારી હતો. તેની ધર્મપત્ની સોભાગદે હતી. તે દંપતીને જસવંત અને પદ્ધસિંહ બે કુમારો હતા. એક વખત અકબરપ્રતિબોધક પ્રસિદ્ધ જૈનાચાર્ય હીરવિજયસૂરિની શિષ્ય પરંપરામાં થયેલા પંડિતવર્ય શ્રીનયવિજય પાટણ પાસે આવેલા કુણગેર' નામના ગામથી વિહાર કરતાં કરતાં પેલા કનો' નામના ગામમાં પધાર્યા. તેમના પ્રતિબોધથી ઉક્ત બંને કુમારો પોતાના માતા-પિતાની સમ્મતિથી તેમની સાથે જોડાઈ ગયા અને બન્નેએ પાટણમાં પંડિત નયવિજયજીની પાસે જ વિ.સં. 1688માં દીક્ષા લીધી, અને એ જ વર્ષમાં શ્રીવિજયદેવસૂરિના હાથે તેમની વડી દીક્ષા પણ થઈ. ચોક્કસ જાણ નથી કે દીક્ષા વખતે તેમની ઉંમર કેટલી હતી, પરંતુ સંભવતઃ તે દસબાર વર્ષથી ઓછી ઉમરના તો નહિ હોય. દીક્ષા વખતે ‘જસવંત’નું યશોવિજય’ અને ‘પદ્મસિંહ'નું પદ્મવિજય’ નામ રાખવામાં આવ્યું. તે પદ્મવિજયનું ઉપાધ્યાયજી પોતાની કૃતિના અંતમાં સહોદર તરીકે સ્મરણ કરે છે.
વિ.સં. 1699માં અમદાવાદ શહેરમાં સંઘ સમક્ષ પંડિતયશોવિજયજીએ આઠ વિધાન ક્ય. તેનાથી પ્રભાવિત થઈને ત્યાંના ધનજી સૂરા નામના એક પ્રસિદ્ધ વેપારીએ ગુરુ શ્રીનયવિજયજીને વિનંતી કરીકે પંડિત યશોવિજયજીને કાશી જેવા સ્થાનમાં ભણાવીને બીજા હેમચન્દ્રતૈયાર કરશો. તે શેઠે તેના માટે બે હજાર ચાંદીનાદીનાર ખર્ચવાનું મંજૂર કર્યું અને હુંડી લખી દીધી. ગુરુ નયવિજયજી શિષ્ય યશોવિજય આદિ સાથે કાશીમાં આવ્યા અને યશોવિજયજીને ત્યાંના પ્રસિદ્ધ કોઈ ભટ્ટાચાર્ય પાસે ન્યાય આદિ દઈનોનો ત્રણ વર્ષ સુધી દક્ષિણા-દાનપૂર્વક અભ્યાસ કરાવ્યો. પછી કાશીમાં જ કોઈ વિદ્વાન ઉપર વિજય મેળવ્યા પછી પંડિત યશોવિજયજીને ન્યાયવિશારદ'ની પદવી મળી. તેમને ‘ન્યાયાચાર્ય પદ પણ મળ્યું હતું એવી પ્રસિદ્ધિ હતી પણ તેનો નિર્દેશ “સુજશવેલી ભાસ’માં નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org