________________
સર્વજ્ઞત્વ
૫૩
મહાવીરના
ઉપર્યુક્ત ઐતિહાસિક નિષ્કર્ષો ઉપરથી એ તો નિર્વિવાદ સિદ્ધ છે કે ખુદ સમયમાં જ મહાવીર નિર્ગન્ધ પરંપરામાં સર્વજ્ઞ-સર્વદર્શી મનાતા હતા. પરંતુ પ્રશ્ન તો એ છે કે મહાવીરની પહેલાં સર્વજ્ઞત્વ-સર્વદર્શિત્વના વિષયમાં નિર્પ્રન્થ પરંપરાની શું સ્થિતિ, શી માન્યતા રહી હરો ? જૈન આગમોમાં એવું વર્ણન છે કે અમુક પાર્શ્વપત્યિક નિર્પ્રન્થોએ મહાવીરનું શાસન ત્યારે સ્વીકાર્યું જ્યારે તેમને મહાવીરની સર્વજ્ઞતા અને સર્વદર્શિતામાં કોઈ જ સંદેહ ન રહ્યો. એનાથી સ્પષ્ટ થાય છે કે મહાવીરના પહેલાં પણ પાર્શ્વપત્યિક નિર્પ્રન્થ પરંપરાની મનોવૃત્તિ સર્વજ્ઞ-સર્વદર્શીને જ તીર્થંકર માનવાની હતી જે મનોવૃત્તિ ઉત્તરકાલીન નિર્પ્રન્થ પરંપરામાં પણ ક્યારેય ખંડિત નથી થઈ.
સર્વજ્ઞત્વ-સર્વદર્શિત્વનો સંભવ છે કે નહિ એની પરીક્ષા તર્કદષ્ટિથી કરવાનો કોઈ ઉદ્દેરય અહીં નથી. અહીં તો કેવળ એટલું જ દેખાડવું છે કે પ્રાચીન ઐતિહાસિક યુગમાં તે વિષયમાં સાંપ્રદાયિકોની, ખાસ કરીને નિર્પ્રન્થ પરંપરની, મનોવૃત્તિ કેવી હતી. હજારો વર્ષોથી ચાલી આવતી સર્વજ્ઞત્વ-સર્વદર્શિત્વવિષયક શ્રદ્ધાની મનોવૃત્તિનો જો કોઈએ પૂરા બળથી સામનો કર્યો હોય તો તે બુદ્ધ જ છે.
બુદ્ધ પોતે પોતાના માટે ક્યારેય સર્વજ્ઞ-સર્વદર્શી હોવાનો દાવો કરતા ન હતા અને કોઈ એવો દાવો તેમના માટે કરે તો પણ તેમને તે પસંદ ન હતું. અન્ય સંપ્રદાયના જે અનુયાયીઓ પોતપોતાના પુરસ્કર્તાઓને સર્વજ્ઞ-સર્વદર્શી માનતા હતા તેમની તે માન્યતાનું કોઈ ને કોઈ તાર્કિક સરણીથી બુદ્ધ ખંડન પણ કરતા હતા.‘બુદ્ધે કરેલા આ પ્રતિવાદથી પણ તે સમયની સર્વજ્ઞત્ય-સર્વદર્શિત્વવિષયક મનોવૃત્તિની જાણ થઈ જાય છે.
3. ભગવતી9.22.396
4. જુઓ પૃ. 52 ટિ. 2. મઝિમનિકાય, સુત્ત 63.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org