SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ પ૨ નિગ્રંન્યસમ્પ્રદાય અન્ય પ્રાચીન શ્રમણ પરંપરાઓની છ અભિજાતિવિષયક માન્યતાને મહાવીરે યા અન્ય નિર્ઝન્યોએ અપનાવીને લેયારૂપે તેનું પ્રતિપાદન ક્યું હોય અને તેનામાં કંઈક પરિવર્તન ક્યું હોય તેમજ તેનું શાબ્દિક પરિવર્તનતથા તેનો અર્થવિકાસ પણ ર્યો હોય. (10) સર્વજ્ઞત્વ તત્ત્વજ્ઞાનની વિચારધારાઓમાં સર્વજ્ઞત્વ અને સર્વદર્શિત્વનો એક પ્રશ્ન છે. આ પ્રશ્ન ભારતીય તત્ત્વજ્ઞાન જેટલો જ પ્રાચીન છે. આ વિષયમાં નિર્ચન્થની ઇતિહાસકાળમાં કેવી ધારણા રહી છે એ વાતને જાણવા માટે આપણી પાસે ત્રણ સાધનો છે. એક તો પ્રાચીન જૈન આગમ, બીજું ઉત્તરકાલીન જેન વાલ્મય અને ત્રીજું બૌદ્ધ ગ્રન્યો. ઉત્તરકાલીન વાલ્મયમાં ક્યારેય કોઈ એવો પક્ષકાર નથી થયો જે સર્વજ્ઞત્વ-સર્વદર્શિત્વની સંભવનીયતાને ન માનતો હોય અને જે મહાવીર આદિ તીર્થકરોમાં સર્વજ્ઞત્વ-સર્વદર્શિત્વનો ઉપચારથી યા માત્ર શ્રદ્ધાથી વ્યવહાર કરતો હોય. આગમોમાં પણ આ જ વસ્તુ સ્થાપિત જેવી વર્ણવાઈ છે. મહાવીર આદિ અરિહંતોને જૈન આગમો નિઃશંકપણે સર્વજ્ઞ-સર્વદર્શી વર્ણવે છે અને સર્વજ્ઞત્વ-સર્વદર્શિત્વની શક્યતાની સ્થાપના પણ કરે છે. એટલું જ નહિ પણ જૈન આગમો ઉત્તરકાલીન વાલ્મયની જેમ અન્ય સંપ્રદાયના નાયકોના સર્વજ્ઞત્વ-સર્વદર્શિત્વનો વિરોધ પણ કરે છે. ઉદાહરણાર્થ જૈન આગમકારોએ મહાવીરના પોતાના શિષ્ય પરંતુ મહાવીરથી અલગ થઈને પોતાની જમાત જમાવનાર જમાલિના સર્વજ્ઞત્વ-સર્વદર્શિત્વની હાંસી ઉડાવી છે. તેવી જ રીતે તેઓ મહાવીરના સમકાલીન તેમના સહસાધક ગોશાલકના સર્વજ્ઞત્વ-સર્વદર્શિત્વને પણ માનતા નથી, જ્યારે જમાલિ અને ગોશાલકને તેમના અનુયાયીઓ જિન, અરિહંત અને સર્વજ્ઞ માને છે. બૌદ્ધ ગ્રન્થોમાં પણ અન્યતીર્થિક પ્રધાન પુરુષોનાં વર્ણનમાં તેમનાં નામોની સાથે સર્વજ્ઞત્વસર્વદર્શિત્વસૂચક વિશેષણો મોટે ભાગે મળે છે. કેવળ જ્ઞાતપુત્ર મહાવીરના નામની સાથે જ નહિ પરંતુ પુરણકસ્સ૫, ગોશાલક આદિ અન્ય તીર્થંકરોનાં નામોની સાથે પણ સર્વજ્ઞત્વસર્વદર્શિત્વસૂચક વિશેષણો તે ગ્રન્થોમાં જોવા મળે છે. આ બધાં સાધનોના આધારે આપણે જો વિચારીએ તો નીચે જણાવેલા નિષ્કર્ષો ઉપર આપણે પહોંચીએ છીએ (1) જેમ આજ હરેક શ્રદ્ધાળુ પોતાના મુખ્ય ગાદીધારકને જગદ્ગુરુ, આચાર્ય, આદિ રૂપ માન્યા-મનાવ્યા વિનાસંતોષ પામતો નથી અથવા જેમ આધુનિક શિક્ષણક્ષેત્રમાં ડૉક્ટર આદિ પદવીઓની પ્રતિષ્ઠા છે તેમજ પ્રાચીન સમયમાં દરેક સંપ્રદાય પોતાના મુખ્ય પુરુષને સર્વજ્ઞસર્વદર્શી માન્યા-મનાવ્યા વિના સંતોષ પામતો ન હતો. (2) જ્યાં સુધી સંભવ હોય ત્યાં સુધી હરેક સંપ્રદાયાનુયાયી અન્ય સંપ્રદાયના મુખ્ય પુરુષોમાં સર્વજ્ઞત્વ-સર્વદર્શિત્વનો નિષેધ કરવાની કોશિશ કરતો હતો. (3) સર્વાત્ય-સર્વદત્વિની માન્યતાની પ્રાચીનસાંપ્રદાયિક કસોટી મુખ્યપણે સાંપ્રદાયિક શ્રદ્ધા હતી. 1.ભગવતી9.32.379,9.33.15. 2. અંગુત્તરનિકાય, વૉલ્યુમ4, પૃ. 429. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001199
Book TitleNirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Nagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year2006
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy