SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ २२ નિગ્રંન્યસમ્પ્રદાય વ્યવહારોમાં અહિંસાનાં મૂળ લાગવાની સૂચક છે. નેમિકુમાર યાદવશિરોમણિ દેવકીનન્દન કૃષ્ણના અનુજ હતા. એવું જણાય છે કે આ કારણે દ્વારકા અને મથુરાના યાદવો ઉપર સારી અસર પડી. ઈતિહાસકાળમાં ભગવાન પાર્શ્વનાથનું સ્થાન છે. તેમની જીવનગાથા કહી રહી છે કે તેમણે અહિંસાની ભાવનાને વિકસિત કરવા માટે બીજું જ કદમ ઉઠાવ્યું. પંચાગ્નિ જેવી તામસ તપસ્યાઓમાં સૂક્ષ્મસ્થૂલ પ્રાણીઓનો વિચાર કર્યા વિના જ આગ સળગાવવાની પ્રથા હતી જેનાથી ક્યારેક ક્યારેક ઇંધણની સાથે સાથે પ્રાણી પણ સળગી જતા હતા. કાશીરાજ અશ્વપતિના પુત્ર પાર્શ્વનાથે આવી હિંસાજનક તપસ્યાનો ઘોર વિરોધ કર્યો અને ધર્મક્ષેત્રમાં અવિવેકથી થતી હિંસાના ત્યાગ તરફ લોકમત તૈયાર ક્ય, પાર્શ્વનાથે પુષ્ટ કરેલી અહિંસાભાવના નિર્ઝન્યનાથ જ્ઞાતપુત્ર મહાવીરને વારસામાં મળી. તેમણે યજ્ઞયાગાદિ જેવાં ધર્મનાં જુદાં જુદાં ક્ષેત્રોમાં થતી હિંસાનો તથાગત બુદ્ધની જેમ આત્યંતિક વિરોધ કર્યો અને ધર્મના પ્રદેશમાં અહિંસાની એટલી બધી પ્રતિષ્ઠા કરી કે તેના પછી તો અહિંસા જ ભારતીય ધર્મોનો પ્રાણ બની ગઈ. ભગવાન મહાવીરની ઉગ્ર અહિંસાપરાયણ જીવનયાત્રા તથા એકાગ્ર તપસ્યાએ તત્કાલીન અનેક પ્રભાવશાળી બ્રાહ્મણો અને ક્ષત્રિયોને અહિંસાભાવના તરફ આકર્ષા. પરિણામે જનતામાં સામાજિક તથા ધાર્મિક ઉત્સવોમાં અહિંસાની ભાવનાએ મજબૂત પાયો નાખ્યો જેના ઉપર આગળની નિર્ચન્થપરંપરાની આવનારી પેઢીઓના અહિંસાપોષક કર્મકલાપો અને ભાવનાઓનો ભવ્ય મહેલ ખડો થયો છે. અશોકના પૌત્ર સંપ્રતિએ પોતાના પિતામહના અહિંસક સંસ્કારના વારસાને આર્યસુહસ્તિની છત્રછાયામાં વળી વધુ સમૃદ્ધ કર્યો. સંપ્રતિએ કેવળ પોતાને અધીન રાજ્યપ્રદેશોમાં જ નહિ પરંતુ પોતાના રાજ્યની સીમાની બહાર પણ - જ્યાં અહિંસામૂલક જીવનવ્યવહારનું નામ સુધ્ધાં ન હતું ત્યાં પણ - અહિંસાભાવનાનો પ્રચાર પ્રસાર ર્યો. અહિંસાભાવનાના પ્રવાહમાં જે ઉછાળ આવ્યો, પૂર આવ્યું તેમાં અનેકનો હાથ અવશ્ય છે પરંતુ નિર્ઝન્ય અનગારોનું તો એના સિવાય બીજું કોઈ જ ધ્યેય રહ્યું નથી. તેઓ ભારતમાં પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ જ્યાં જ્યાં ગયા ત્યાં તેમણે અહિંસાની ભાવનાનો જ વિસ્તાર કર્યો અને હિંસામૂલક અનેક વ્યસનોના ત્યાગની જનતાને શિક્ષા દેવામાં જ નિર્ચન્વધર્મની કૃતકૃત્યતાનો અનુભવ કર્યો. જેમ શંકરાચાર્યે ભારતના ચારે ખૂણે મઠ સ્થાપિત કરીને બ્રહ્માદ્વૈતનો વિજયસ્તમ્ભ રોપ્યો તેમ મહાવીરના અનગાર નિર્ગળ્યોએ ભારત જેવા વિશાળ દેશના ચારે ખૂણે અહિંસાદ્વૈતની ભાવનાના વિજયસ્તમ્ભો રોપી દીધા છે - એમ કહેવામાં આવે તો અત્યુક્તિ નહિ થાય. લોકમાન્ય તિલકે આ વાતને આ રીતે કહી હતી કે ગુજરાતની અહિંસાભાવના જૈનોનું જ પ્રદાન છે પરંતુ ઇતિહાસ આપણને જણાવે છે કે વૈષ્ણવાદિ અનેકવૈદિક પરંપરાઓની અહિંસામૂલક ધર્મવૃત્તિમાં નિર્ગન્યસંપ્રદાયનો ઓછોવત્તો પ્રભાવ અવશ્ય કામ કરી રહ્યો છે. તે વૈદિક સંપ્રદાયોના પ્રત્યેક જીવનવ્યવહારની તપાસ કરવાથી કોઈ પણ વિચારક સરળતાથી જાણી શકે છે કે તેમાં નિર્ચન્થોની અહિંસાભાવનાનો પુટ અવશ્ય છે. આજ ભારતમાં હિંસામૂલક યજ્ઞયાગાદિ ધર્મવિધિનો સમર્થક પણ યજમાનોને પશુવધ માટે પ્રેરવાનું સાહસ કરી શકતો નથી. આચાર્ય હેમચન્દ્રગુર્જરપતિ પરમ માહેશ્વર સિદ્ધરાજ સુધ્ધાને ઘણા અંશોમાં અહિંસાની ભાવનાથી પ્રભાવિત ક્ય. તેનાં ફળ અનેક દિશાઓમાં સારાં આવ્યાં. અનેક દેવદેવીઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001199
Book TitleNirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Nagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year2006
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy