SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ સામિષ-નિરામિષઆહાર ભલે પ્રાણ જાય પરંતુ રાત આદિ સમયેન જ કરવી જોઈએ. અગાર મુનિ ખજૂર વગેરેને એટલા માટે લઈ શકતા નથી કેમ કે તેમાં ખાદ્ય અંશ ઓછો અને ત્યાજ્ય અંશ વધારે હોય છે. અનગાર નિર્ઝન્ય પ્રાપ્ત ભિક્ષા સુગન્ધવાળી હોય કે દુર્ગન્ધવાળી, રુચિકર હોય કે અરૂચિકર, સુખ-દુઃખ પામ્યા વિના ખાઈ-પી જાય છે. આવી જ કઠિન મર્યાદાઓ વચ્ચે અપવાદરૂપે સામિષ આહારના ગ્રહણની વિધિ પણ આવે છે. સામાન્યપણે તો અનગાર મુનિ સામિષ આહારની ભિક્ષા લેવાનો ઇન્કાર કરી દેતા હતા પરંતુ બીમારી જેવા સંજોગોથી બાધિત થઈને લેતા પણ હતા તો પણ સ્વાદ કે પુષ્ટિની દષ્ટિથી નહિ કિન્તુ કેવળ નિર્મમ અને અનાસક્ત દષ્ટિથી જીવનયાત્રાના માટે લેતા હતા. આ ભિક્ષાવિધિનું સાંગોપાંગ વર્ણન આચારાંગ આદિ સૂત્રોમાં છે. તેને જોઈને કોઈ પણ તટસ્થ વિચારક એ કહી રાતો નથી કે પ્રાચીનકાળમાં આપવાદિકરૂપે લેવામાં આવતી સામિષ આહારની ભિક્ષા કોઈ પણ રીતે અહિંસા, સંયમ અને તપોમય ઔત્સર્ગિક માર્ગની બાધક બની શકે છે. તેથી અમે તો એ જ સમજીએ છીએ કે જેમણે સામિષ આહારનાં સૂચક સૂત્રોની અને તેમના અસલ અર્થની રક્ષા કરી છે તેમણે કેવળ નિર્ઝન્યસંપ્રદાયના સાચા ઇતિહાસની રક્ષા જ નથી કરી પરંતુ ઊંડી સમજ અને નિર્ભયવૃત્તિનો પરિચય પણ આપ્યો છે. અહિંસક ભાવનાનો પ્રચાર અને વિકાસ સામિષઆહારગ્રહણકે એવા અન્ય અપવાદોની લાકડીનાટેકે અહિંસાલક્ષી ઔત્સર્ગિક જીવનમાર્ગ ઉપર નિર્ઝન્યસંપ્રદાયના ઇતિહાસે કેટલે દૂર સુધી કૂચકરી છે એનું સંક્ષિપ્ત ચિત્ર પણ આપણી સામે આવી જાય તો આપણે પ્રાચીન સામિષ આહારનાં સૂચક સૂત્રોથી તથા તેમના અસલ અર્થથી કોઈ પણ રીતે ખટકાવાનીયા ખમચાવાની આવશ્યક્તા નહિ રહે. તેથી હવે અમે નિર્ચન્યસંપ્રદાયે કરેલા અહિંસાપ્રધાન પ્રચારનું તથા અહિંસક ભાવનાના વિકાસનું ટૂંકમાં અવલોકન કરીશું. ભગવાન પાર્શ્વનાથથી પહેલાં નિર્ઝન્યપરંપરામાં યહૂકમાર નેમિનાથ થઈ ગયા છે. તેમની અર્ધઐતિહાસિક જીવનકથાઓમાં જે એક ઘટનાનો ઉલ્લેખ મળે છે તેને નિર્ઝન્યપરંપરાની અહિંસક ભાવનાનું એક સીમાચિન કહી શકાય. લગ્નવિવાહ આદિ ઉત્સવ-સમારંભોમાં જમવા-જમાડવાનો અને આનંદપ્રમોદ કરવાનો રિવાજ તો આજ પણ ચાલુ છે પરંતુ તે સમયે આવા સમારંભોમાં નાનાવિધ પશુઓનો વધ કરીને તેમનાં માંસથી જમણને આકર્ષક બનાવવાની પ્રથા સામાન્ય હતી. ખાસ કરીને ક્ષત્રિયાદિ જાતિઓમાં તો તે પ્રથા વિશેષ રૂઢ હતી. આ પ્રથા અનુસાર લગ્નનિમિત્તે કરવામાં આવનાર ઉત્સવમાં વધ કરવા માટે એકઠા કરાયેલાં હરણ આદિ પશુઓનો આર્તનાદ સાંભળીને નેમિકુમારે બરાબર લગ્નના સમયે જ કરુણા બનીને પોતાના આવા લગ્નનો સંકલ્પ જ છોડી દીધો - વિચાર માંડી જ વાળ્યો - કે જેમાં પશુઓનો વધ કરીને માંસ ખાવા-ખવડાવવાનું પ્રતિષ્ઠિત મનાતું હતું. નેમિકુમારના આ કરુણામૂલક બ્રહ્મચર્યવાસની તે સમયે સમાજ ઉપર એવી અસર પડી અને ક્રમશઃ તે અસર એવી તો વધતી ગઈ કે ધીરે ધીરે અનેક જાતિઓએ સમારંભોમાં માંસ ખાવા-ખવડાવવાની પ્રથાને જ તિલાંજલિ દઈ દીધી. સંભવતઃ આ જ એવી પહેલી ઘટના છે જે સામાજિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001199
Book TitleNirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Nagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year2006
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy