________________
નિર્ઝન્કસપ્રદાય ઉત્સર્ગ અપવાદની ચર્ચા
અમે અહીં પ્રસંગવશ ઉત્સર્ગ-અપવાદની ચર્ચા પણ સંક્ષેપમાં કરી દેવા ઇચ્છીએ છીએ જેથી પ્રસ્તુત વિષય ઉપર કંઈક પ્રકાશ પડી શકે. નિર્ઝન્ય પરંપરાનું મુખ્ય લક્ષ્ય આધ્યાત્મિક સુખની પ્રાપ્તિ છે. તેને સિદ્ધ કરવા માટે તેણે અહિંસાનો આશરો લીધો છે. પૂર્ણ અને ઉચ્ચ કોટિની અહિંસાત્યારે જ સિદ્ધ થઈ શકે છે જ્યારે જીવનમાં કાયિક-વાચિક-માનસિક અસત્ પ્રવૃત્તિઓનું નિયંત્રણ થાય અને સપ્રવૃત્તિઓને વેગ આપવામાં આવે તથા ભૌતિક સુખની લાલસા ઘટાડવાના ઉદ્દેશ્યથી કઠોર જીવનમાર્ગ યા ઇન્દ્રિયદમનનો માર્ગ અપનાવવામાં આવે. આ દષ્ટિએ નિર્ગસ્થ પરંપરાએ સંયમ અને તપ ઉપર અધિક ભાર આપ્યો છે. અહિંસાલક્ષી સંયમ અને તપોમય જીવન જ નિર્ઝન્યપરંપરાનું ઔત્સર્ગિક વિધાન છે જે આધ્યાત્મિક સુખપ્રાપ્તિની અનિવાર્ય ગેરંટી છે, પરંતુ જ્યારે કોઈ આધ્યાત્મિક ધર્મ સમુદાયગામી બનવા લાગે છે ત્યારે અપવાદોનો પ્રવેશ અનિવાર્યપણે આવશ્યક બની જાય છે. અપવાદ તે જ છે જે તત્ત્વતઃ ઔત્સર્ગિક માર્ગનો પોષક જ હોય, કદી ઘાતક ન બને. આ૫વાદિક વિધાનની મદદથી જ ઔત્સર્ગિક માર્ગ વિકાસ કરી શકે છે અને બંને મળીને જ મૂળ ધ્યેયને સિદ્ધ કરી શકે છે. આપણે વ્યવહારમાં જોઈએ છીએ કે ભોજન-પાન જીવનની રક્ષા અને પુષ્ટિ માટે જ છે, પરંતુ આપણે એ પણ જોઈએ છીએ કે ક્યારેક ભોજન-પાનનો ત્યાગજ જીવનને બચાવી લે છે. આ રીતે ઉપર ઉપરથી પરસ્પર વિરુદ્ધ દેખાતા બે પ્રકારના જીવનવ્યવહારો પણ જ્યારે એક લક્ષગામી હોય ત્યારે તે ઉત્સર્ગ-અપવાદની કોટિમાં આવે છે. ઉત્સર્ગને આત્મા કહીએ તો અપવાદોને દેહ કહેવો જોઈએ. બન્નેનો સમ્મિલિત ઉદ્દેશ સંવાદી જીવન જીવવાનો છે.
જે નિર્ઝન્ય મુનિ ઘરબારનું બંધન છોડીને અનગારરૂપે જીવન જીવતા હતા તેમને આધ્યાત્મિક સુખલક્ષી જીવન તો જીવવું જ હતું જે સ્થાન, ભોજન-પાન આદિની મદદ સિવાય જીવી શકાય નહિ. તેથી અહિંસા-સંયમ અને તપની ઉત્કટ પ્રતિજ્ઞાનો ઔત્સર્ગિક માર્ગ સ્વીકાર્યા પછી પણ તેઓ તેમાં એવા કેટલાક નિયમો બનાવી લેતા હતા જે નિયમોથી પશુ અને મનુષ્યોને તો શું પરંતુ પૃથ્વી-જલ અને વનસ્પતિ આદિના જંતુઓ સુધ્ધાને ત્રાસ ન પહોચે. આ દષ્ટિએ અનગાર મુનિઓને જે સ્થાન, ભોજન-પાન આદિ વસ્તુઓ સ્થળ જીવન માટે અનિવાર્યપણે આવશ્યક છે તેમના ગ્રહણ અને ઉપયોગની વ્યવસ્થાના એવા તો સૂક્ષ્માતિસૂક્ષ્મ નિયમો બન્યા છે કે જે દુનિયાની બીજી કોઈ ત્યાગપરંપરામાં જોવામાં આવતા નથી. અનગાર મુનિઓએ બીજાઓના પરિહાસની કે સ્તુતિની પરવાર્યા વિના જ પોતાના માટે પોતાની ઇચ્છાથી જીવન જીવવાના નિયમો બનાવ્યા છે જે આચારાંગ આદિ આગમોથી લઈને આજ સુધીના સાવ નવા જૈન વાડમયમાં વર્ણિત છે અને જે વર્તમાનકાળની શિથિલ અને અશિથિલ કોઈ પણ અનગારસંસ્થામાં જોવા મળે છે. આ નિયમોમાં એટલે સુધી કહેવામાં આવ્યું છે કે જો દાતા પોતાની ઈચ્છાથી અને શ્રદ્ધા-ભક્તિથી જરૂરી ચીજો અનગારને દે તો પણ તેનો સ્વીકાર અમુક મર્યાદામાં રહીને જ કરવો જોઈએ. આવી મર્યાદાઓને કાયમ કરવામાં ક્યાંક તો ગ્રાહ્ય વસ્તુ કેવી હોવી જોઈએ એ દર્શાવ્યું છે અને ક્યાંક દાતા તથા દાનક્ષેત્ર કેવાં હોવા જોઈએ એ દર્શાવવામાં આવ્યું છે. એ પણ દર્શાવવામાં આવ્યું છે કે ગ્રાહ્ય વસ્તુ મર્યાદામાં આવતી હોય, દાતા અને દાનક્ષેત્ર નિયમાનુકૂલ હોય તેમ છતાં પણ ભિક્ષા તો અમુક કાળે જ કરવી જોઈએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org