SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ સામિષ-નિરામિષઆહાર આગળખાસ ખાસ પર્વો ઉપર થતી હિંસા બંધ થઈ ગઈ અને એવી હિંસાને રોક્વાના વ્યાપક આન્દોલનનાં મૂળ નંખાઈ ગયાં. સિદ્ધરાજના ઉત્તરાધિકારી ગુર્જરપતિ કુમારપાલ તો પરમાઈત જ હતા. તે સાચા અર્થમાં પરમાહત એટલા માટે મનાયા કેમ કે તેમણે જેવી અને જેટલી અહિંસાની ભાવના પુષ્ટ કરી અને જેવો તેનો વિસ્તાર કર્યો તે ઇતિહાસમાં અજોડ છે. કુમારપાલની ‘અમારિ ઘોષણા’ એટલી બધી લોકપ્રિય બની કે પછીના અનેક નિન્ય અને તેમના અનેક ગૃહસ્થશિષ્યો અમારિ ઘોષણાને પોતાના જીવનનું ધ્યેય બનાવીને જ કામ કરવા લાગ્યા. આચાર્ય હેમચન્દ્ર પહેલાં કેટલાય નિર્ઝન્થોએ માંસખાઉ જાતિઓને અહિંસાની દીક્ષા આપી હતી અને નિર્ગન્ધસંઘમાં ઓસવાલ-પોરવાલ આદિ વર્ગ સ્થાપિત કર્યા હતા. રાક આદિ વિદેશી જાતિઓ પણ અહિંસાના ચેપથી બચી શકી નહિ. હીરવિજયસૂરિએ અકબર જેવા ભારતસમ્રાટ પાસેથી ભિક્ષામાં એટલું જ માગ્યું કે તે હંમેશા માટે નહિ તો કેટલીક ખાસ ખાસ તિથિઓ ઉપર અમારિઘોષણા ફારૂકરે. અકબરનાતે માર્ગ ઉપર જહાંગીર આદિ તેમના વંશજ પણ ચાલ્યા. જે જન્મથી જ માંસાહારી હતા તે મુગલ સમ્રાટો દ્વારા અહિંસાનો આટલો વિસ્તાર કરાવવો એ આજ પણ સરળ નથી. આજ પણ આપણે જોઈએ છીએ કે જૈનસમાજ જ એવો છે કે જ્યાં સુધી સંભવ હોય ત્યાં સુધી વિવિધ ક્ષેત્રોમાં થતી પશુપક્ષી આદિની હિંસાને રોકવાનો સતત પ્રયત્ન કરે છે. આ વિશાળ દેશમાં જુદા જુદા સંસ્કારવાળી અનેક જાતિઓ આડોશપાડોશમાં વસે છે. અનેક જાતિઓ જન્મથી જ માંસાહારી પણ છે. તેમ છતાં જ્યાં જુઓ ત્યાં અહિંસા પ્રત્યે લોકચિતો છે જ. મધ્યકાલમાં એવા અનેક સંતો અને ફકીરો થયા જેમણે એકમાત્ર અહિંસા અને દયાનો જ ઉપદેશ આપ્યો છે જે ભારતના આત્મામાં અહિંસાનાં ઊંડાં મૂળનો સાક્ષી છે. મહાત્મા ગાંધીજીએ ભારતમાં નવજીવનના પ્રાણ પ્રસ્પંદિત કરવાનો સંકલ્પ કર્યો તો તે કેવળ અહિંસાની ભૂમિકા ઉપર જ. જો તેમને અહિંસાની ભાવનાનું આવું તૈયાર ક્ષેત્રના મળ્યું હોત તો તેઓ ભાગ્યે જ આટલા સફળ થયા હોત. અહીં સાંપ્રદાયિક દષ્ટિથી કેવળ એ નથી કહેવું કે અહિંસાવૃત્તિના પોષણનો બધો યશ નિર્ઝન્થસંપ્રદાયને જ છે પરંતુ કહેવું એટલું જ છે કે ભારતવ્યાપી અહિંસાની ભાવનામાં નિર્ચન્થસંપ્રદાયનો ઘણો મોટો ફાળો હજારો વર્ષોથી રહ્યો છે. આટલું દર્શાવવાનો ઉદ્દેશકેવળ એ જ છે કે નિર્ઝન્યસંપ્રદાયનું અહિંસાલક્ષી મૂળધ્યેય ક્યાં સુધી એકરૂપ રહ્યું છે અને તેણે સમગ્ર ઇતિહાસકાલમાં કેવું કેવું કામ કર્યું છે. જો અમારા આ વક્તવ્યને બરાબર જાણશો સમજો તો સામિષઆહારગ્રહણનાં સૂચક સૂત્રોના અસલ અર્થના વિશે અમે અમારો જે અભિપ્રાય પ્રગટ ર્યો છે તે સારી રીતે બરાબર સમજમાં આવી શકશે અને તેની સાથે નિગ્રંન્યસંપ્રદાયની અહિંસાભાવનાનો કોઈ વિરોધ નથી એ વાત પણ સમજમાં આવી શકશે. નિર્ઝન્યસંપ્રદાયમાં સામિષ આહારનું ગ્રહણ જો આપવાદિક યા પુરાણી સામાજિક પરિસ્થિતિનું પરિણામને હોત તો નિગ્રંન્યસંપ્રદાય અહિંસાસિદ્ધાન્ત ઉપર આટલો ભાર જ ન આપીશક્ત અને ભાર આપત તો પણ તેની અસર જનતા ઉપર થાત નહિ. બૌદ્ધ ભિક્ષુ અહિંસાના પક્ષપાતી રહ્યા પરંતુ તેઓ જ્યાં ગયા ત્યાંની ભોજન વ્યવસ્થાને અધીન થઈ ગયા અને બહુધા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001199
Book TitleNirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Nagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year2006
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy