SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ જ્ઞાનબિન્દુનું પરિશીલન અભયદેવ બન્નેનાં પુરસ્કર્તા સંબંધીનામસૂચક કથનનો આધાર શું છે? જ્યાં સુધી અમે જાણી શક્યા છીએ ત્યાં સુધી અમે કહી શકીએ છીએ કે બન્ને સૂરિઓની સામે ક્રમવાદનું સમર્થક અને યુગપઢાતેમજ અબેઠવાદનું પ્રતિપાદક સાહિત્ય એકમાત્ર જિનભદ્રનિર્મિત જ હતું જેથી તે બને આચાર્ય એ વાતમાં તો એકમત થયાકે ક્રમવાદ શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણનો છે. પરંતુ આચાર્ય હરિભદ્રનો ઉલ્લેખ જો બધા અંશોમાં અભ્રાન્ત હોય તો એ માનવું પડશે કે તેમની સમક્ષ યુગપવાદનો સમર્થક કોઈ સ્વતન્ત્રગ્રન્થ રહ્યો હશે જે સિદ્ધસેન દિવાકરથી ભિન્નકોઈ અન્ય સિદ્ધસેને રચ્યો હશે અને તેમની સમક્ષ અભેદવાદનો સમર્થક એવો પણ કોઈ ગ્રન્યરહ્યો હશે જે સન્મતિથી ભિન્ન હશે અને વૃદ્ધાચાર્યરચિત મનાતો હશે. જો એવા કોઈ ગ્રન્થો તેમની સમક્ષન પણ રહ્યા હોય તો છેવટે ઓછામાં ઓછું તેમને એવી કોઈ સાંપ્રદાયિક જનયુતિ કે એવો કોઈ ઉલ્લેખ તો જરૂર મળ્યો હશે જેમાં આચાર્ય સિદ્ધસેનને યુગપઢાદના તથા વૃદ્ધાચાર્યને અભેદવાદના પુરસ્કર્તા માનવામાં આવ્યા હોય. જે હો તે, પરંતુ આપણે સહસા એમ તો ન જ કહી શકીએ કે હરિભદ્ર જેવા બહુશ્રુત આચાર્ય કોઈ જ આધાર વિના એમ જ યુગપદ્માદ અને અભેદવાદના પુરસ્કર્તાઓનાં વિશેષ નામોનો ઉલ્લેખ કરી નાખે. સમાન નામવાળા અનેક આચાર્યો થતા રહ્યા છે. તેથી એ અસંભવ નથી કે સિદ્ધસેન દિવાકરથી ભિન્ન કોઈ બીજા પણ સિદ્ધસેન થયા હોય જે યુગાદ્વાદના સમર્થક રહ્યા હોય યા મનાતા હોય જો કે સન્મતિતર્કમાં સિદ્ધસેન દિવાકરે અભેદપક્ષની જ સ્થાપના કરી છે, તેથી જ આ વિષયમાં સન્મતિતર્કના આધારે આપણે કહી શકીએ કે અભયદેવસૂરિનું અભેદવાદના પુરસ્કર્તા તરીકે સિદ્ધસેન દિવાકરના નામનું કથન તદ્દન સાચું છે અને હરિભદ્રનું કથન વિચારણીય છે. પરંતુ અમે ઉપર કહી ગયા છીએ કે કમ આદિ ત્રણે વાદોની ચર્ચા બહુ પહેલેથી શરૂ થઈ અને શતાબ્દીઓ સુધી ચાલી તથા તેમાં અનેક આચાર્યોએ એક એક પક્ષ લઈને વખતોવખત ભાગ લીધો. જ્યારે સ્થિતિ જ આવી છે ત્યારે એ પણ કલ્પના કરી રાકાય કે સિદ્ધસેન દિવાકરની પહેલાં વૃદ્ધાચાર્યનામના આચાર્ય પણ અભેદવાદના સમર્થક થયા હોય યા પરંપરામાં મનાતા હોય. સિદ્ધસેન દિવાકરના ગુરુરૂપે વૃદ્ધવાદીનો ઉલ્લેખ પણ કથાનકોમાં મળે છે. એમાં કોઈ જ આશ્ચર્ય નથી કે વૃદ્ધાચાર્યજ વૃદ્ધવાદી હોય અને ગુરુ વૃદ્ધવાદી દ્વારા સમર્થિત અભેદવાદનું જ વિશેષ સ્પષ્ટીકરણ તથા સમર્થન શિષ્ય સિદ્ધસેન દિવાકરે ક્યું હોય સિદ્ધસેન દિવાકરની પહેલાં પણ અભેદવાદના સમર્થકો નિઃસંદેહપણ થયા છે. આ વાત તો સિદ્ધસેને કોઈ અભેદવાદના સમર્થક એકદેશીય મતની (સન્મતિ 2.21) જે સમાલોચના કરી છે તેનાથી જ સિદ્ધ થઈ જાય છે. આ તો થઈ હરિભદ્રના કથનના આધારની વાત. હવે આપણે અભયદેવના કથનના આધાર ઉપર વિચાર કરીશું. અભયદેવસૂરિ સમક્ષ જિનભદ્ર ક્ષમાશ્રમણનું ક્રમવાદસમર્થક સાહિત્ય હતું જે આજ પણ મળે છે અને તેમણે સિદ્ધસેન દિવાકરના સન્મતિતપર તો અતિવિસ્તૃત ટીકા લખી છે જેમાં દિવાકરે અભેદવાદનું પોતે જ માર્મિક સ્પષ્ટીકરણ ક્યું છે. આમ વાદોના પુરસ્કર્તાઓનાં નામ સંબંધી અભયદેવના કથનમાં ક્રમવાદના પુરસ્કર્તા તરીકે જિનભદ્રનો તથા અભેદવાદના પુરસ્કર્તા તરીકે સિદ્ધસેન દિવાકરનો જે ઉલ્લેખ છે તે તો સાધાર છે જ, પરંતુ યુગપઢાદના પુરસ્કર્તા તરીકે મલવાદીને દર્શાવતું જે અભયદેવનું કથન છે તેનો આધાર ક્યો છે? આ પ્રશ્ન અવશ્ય ઊભો થાય છે. જેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001199
Book TitleNirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Nagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year2006
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy