________________
૧૧૬
જ્ઞાનબિન્દુનું પરિશીલન છીએ ત્યારે એવું અવશ્ય માનવું પડે છે કે તેમના પહેલાં શ્વેતામ્બર પરંપરામાં યૌગપઘપક્ષની તથા અભેદપક્ષની કેવળ સ્થાપના જ થઈ ન હતી પરંતુ ઉક્ત ત્રણે પક્ષોનું પરસ્પર ખંડનમંડનવાળું સાહિત્ય પણ પર્યાપ્ત માત્રામાં નિર્માણ પામી ચૂક્યું હતું. જિનભદ્રગણિએ પોતાના અતિવિસ્તૃત વિશેષાવશ્યકભાષ્ય’માં (ગાથા 3090થી) કૃમિક પક્ષનું આગમિકો તરફથી જે વિસ્તૃત સતર્ક સ્થાપનર્યું છે તેમાં તેમણે યૌગપઘપક્ષ તથા અભેદપક્ષનું આગમાનુસરણ કરીને વિસ્તૃત ખંડન પણ કર્યું છે. તદુપરાંત તેમણે પોતાના વિશેષણવતી' નામના લઘુ ગ્રન્થમાં (ગાથા 184થી) તો વિશેષાવાયકભાઓની અપેક્ષાએ અત્યન્ત વિસ્તારથી પોતાને અભિમત કમપક્ષનું સ્થાપન તથા અનભિમત યૌગપદ્યપક્ષતેમજ અભેદપક્ષનું ખંડન ક્યું છે. ક્ષમાશ્રમણની ઉક્ત બને કૃતિઓમાં મળતા ખંડનમંડનગત પૂર્વપક્ષઉત્તરપક્ષની રચના તથા તેમાં મળતી અનુકૂળપ્રતિકૂળ યુક્તિઓનું ધ્યાનથી નિરીક્ષણ કરતાં કોઈને પણ એ માનવામાં સંદેહ રહી શક્તો નથી કે ક્ષમાશ્રમણની પહેલાં લાંબા સમયથી શ્વેતામ્બર પરંપરામાં ઉક્ત ત્રણે પક્ષના માનનારા મોજૂદ હતા અને તેઓ પોતપોતાના પક્ષનું સમર્થન કરવાની સાથે સાથે જ વિરોધી પક્ષોનો નિરાસ પણ કરતા હતા. આ ક્રમ કેવળ મૌખિક જે ચાલતો ન હતો પરંતુ શાસ્ત્રબદ્ધ પણ થતો રહ્યો હતો. તે શાસ્ત્રો ભલે ને આજ મોજૂદ ન હોય પણ ક્ષમાશ્રમણના ઉક્ત બન્ને ગ્રન્થોમાં તેમનો સાર તો આજ પણ જોવા મળે છે. આના ઉપરથી આપણે એ નિષ્કર્ષ પર પહોંચીએ છીએ કે જિનભદ્રની પહેલાં પણ શ્વેતામ્બર પરંપરામાં ઉક્ત ત્રણે પક્ષોને માનનારા તથા પરસ્પર ખંડનમંડન કરનારા આચાર્યો થયા છે, જ્યારે ઓછામાં ઓછું જિનભદ્રના સમય સુધીમાં એવો કોઈ પણ દિગમ્બર વિદ્વાન થયો જણાતો નથી કે જેણે કમપક્ષ તથા અભેદપક્ષનું ખંડન ર્યું હોય અને દિગમ્બર વિદ્વાનની એવી કોઈ કૃતિ તો આજ સુધી પણ મળી નથી જેમાં યોગપઘપક્ષ સિવાય બીજા કોઈ પણ પક્ષનું સમર્થન હોય.
જે હોય તે, પરંતુ અહીં પ્રશ્ન એ થાય જ છે કે પ્રાચીન આગમોનો પાઠ ક્રમપક્ષનું જ સીધેસીધું સમર્થન કરે છે તો પછી જૈન પરંપરામાં યૌગપઘપક્ષ અને અભેદપક્ષનો વિચાર કેવી રીતે દાખલ થઈ ગયો ? આનો જવાબ અમને બે રીતે સૂઝે છે. એક તો એ કે જ્યારે અસર્વજ્ઞવાદી મીમાંસકે બધા સર્વજ્ઞવાદીઓને એ પ્રશ્ન કર્યો કે તમારો સર્વજ્ઞ જો કમથી બધા પદાર્થોને જાણતો હોય તો તે સર્વજ્ઞ જ ક્યાંથી હોઈ શકે? અને જો તે એક સાથે બધા પદાર્થોને જાણતો હોય તો એક સાથે બધું જાણી લીધા પછી તે શું જાણશે?, કેમકે પછી તો કંઈ અજ્ઞાત બાકી રહ્યું જ નથી. આવી દશામાં પણ તે અસર્વજ્ઞ જ સિદ્ધ થશે. આ આક્ષેપનો જવાબ બીજા સર્વજ્ઞવાદીઓની જેમ જેનોએ પણ આપવાનો થતો હતો. આ જ રીતે બૌદ્ધ આદિ સર્વજ્ઞવાદી પણ જેનો ઉપર આક્ષેપ કરતા રહ્યા હશે કે તમારા સર્વજ્ઞ અત્ તો ક્રમથી જાણે છે દેખે છે તો પછી તે પૂર્ણ સર્વજ્ઞ હોય જ કેવી રીતે? અર્થાત્ ન જ હોય. આ આક્ષેપનો જવાબ તો એક માત્ર જેનોએ જ આપવાનો થતો હતો. આમ ઉપર્યુક્ત અને અન્ય આક્ષેપોનો જવાબ શું આપવો એની વિચારણામાંથી કમપક્ષની વિરુદ્ધ સૌપ્રથમ યૌગપઘપક્ષનો પ્રવેશ જૈન પરંપરામાં થયો. બીજો સંભવ એ પણ છે કે જેના પરંપરાના જ તર્કશીલ વિચારકોને આપોઆપ જ ક્રમપક્ષમાં ત્રુટિ દેખાઈ અને તે ત્રુટિની પૂર્તિના વિચારમાંથી તેમને યૌગપઘપક્ષ સૌપ્રથમ સૂક્યો. જે જૈન વિદ્વાનોયોગપઘપક્ષને માનીને તેનું સમર્થન કરતા હતા તેમની સામે પક્ષને 19. તત્ત્વસંગ્રહ, કારિકા3248 થી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org