SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ [૮૩ જાતિસ્મૃતિથી આત્મસિદ્ધિઃ પુનર્જન્મવાદ તે શું પૂર્વજન્મની સ્મૃતિની જે વાત સાંભળવા મળે છે. તેનાથી પૂર્વજન્મના દેહમાં રહીને અનુભવ કરનાર કઈ એ આત્મા છે કે જે ત્યાંના દેહમાંથી નીકળીને આ નવે જન્મ ધારણ કરે છે? અને તેને પિતાના ભૂતપૂર્વ અનુભવેની સ્મૃતિ થાય છે? પરસ્ય ધર્મોમાંના ચાર્વાક જેવા કેક દર્શનને બાદ કરતાં બાકીના બધા ધર્મો ઉપરક્ત વાતમાં કેઈ આશ્ચર્ય દર્શાવતા નથી. એમણે તે આત્મા જે એક સ્વતન્ત્ર નિત્ય પદાર્થ મા જ છે. એથી જ એમના મતે ભૂતપૂર્વ અનુભવેની સ્મૃતિ થવામાં કશું જ નવાઈ ભર્યું ગણાતું નથી. જેનદર્શનના કથાનુયેગમાં હજારોની સંખ્યામાં જે ચરિત્રકથાઓ છે તેમાં આવી જાતિસ્મરણની વાત તે જ્યાં ને ત્યાં વેરાયેલી જોવા મળે છે. કેટલાકને કેઈ મુનિનાં દર્શન થયા અને એવાં દર્શન પૂર્વે ક્યાંક કશાકનું સ્મરણ થઈ આવ્યું અને તરત જ ભૂતપૂર્વ પ્રસંગવાળે જન્મારે પોતાની સ્મૃતિમાં ખડે થઈ ગયે, કેટલાકને વળી ભૂતપૂર્વ જીવનમાં દાટેલા ધનનું કઈ કારણસર સ્મરણ થઈ આવ્યું અને એ ધન મેળવવા એના વર્તમાન જન્મમાં લેહી રેડડ્યાં! આમ સારી અને ખરાબ–બે ય પ્રકારની સ્મૃતિઓ થવાના પ્રસંગે જૈન કથાનુગમાં વણાયેલા છે. જૈનદર્શને ઈશ્વરને જગત્કર્તા તરીકે માનતું નથી, પણ અત્યંત ઉપાસ્ય તત્વ તરીકે જરૂર માને છે એટલે આવી સઘળી બાબતેની પાછળ “કમનું તત્વજ્ઞાન રજૂ કરીને એવા ખુલાસા આપે છે. અહીં પણ કહેવું છે કે મતિજ્ઞાન નામનું (પાંચ પ્રકારના જ્ઞાન પૈકી) એક જ્ઞાન છે, જેની ઉપર કર્મના રજકણોનું પ્રગાઢ આવરણ આવી જતાં ભૂતપૂર્વ સ્મૃતિ વગેરે થઈ શકતાં નથી. પરંતુ જે આત્માને કોઈ નિમિત્ત વગેરેને પામીને એ કાર્મણ રજકણોને અમુક જરૂરી પ્રમાણમાં હાસ થઈ જાય છે ત્યારે આત્માને ભૂતપૂર્વ અનુભવેની સ્મૃતિ અવશ્ય થાય છે. ટૂંકમાં, કહેવાનું એટલું જ છે કે પૌરમ્ય દશને અને તેમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy