________________
[૭] જાતિસ્મૃતિથી આત્મસિદ્ધિઃ પુનર્જમવાદ
સારી સ્મરણશક્તિ એ તે માનવીની મહામૂલી મૂડી છે. પરંતુ જ્યારે આ સ્મરણશક્તિ પરભવની પુરાણ વાતને પણ મગજમાં ભરી રાખતી જોવા મળતી હોય ત્યારે તે આત્માને ન માનનારાઓને માથું ખંજવાળવું પડે છે. એ વખતે એક પ્રશ્ન તેમના લમણે જોરથી વાગે છે કે શું આત્મા જેવી કઈ વસ્તુ છે ખરી કે જે દેહથી ભિન્ન હોય અને દેહમાં રહેતી હોય? ક્યાંકથી આવતી હોય અને ક્યાંક જવાની હોય! દેહનું મૃત્યુ થવા છતાં એનું તે કદાપિ મૃત્યુ ન થતું હોય? આ પૂર્વજન્મ અને પુનર્જન્મ શું? એની સ્મૃતિ શું? કેને સ્મૃતિ થાય? જે અનુભવે તેને જ ને? તે ત્યાં તેણે અનુભવ્યું? શું તે અનુભવ કરનાર જ અહીં આ દેહમાં આવ્યું છે? હા, તેમ તે માનવું જ પડે. નહિ તે અનુભવ કરનાર ન હોય એવાને એ સમયના અનુભવની સ્મૃતિ થાય જ નહિ. જે અનુભવે તે જ સ્મરણ કરે એ નિયમ તે વિશ્વવ્યાપી છે. રમેશ કેરીના રસને અનુભવ કરે અને અશ્વિનને એ જ કેરીના રસની સ્મૃતિ થાય એવું બને જ નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org