________________
વશીકરણવિદ્યાથી આત્મસિદ્ધિ : પુનર્જન્મવાદ
[૮૧
-
કમાલ કરી છે વીતરાગ ભગવંતેએ! સાચે જ તેઓ સર્વજ્ઞ હતા. નહિ તે કોઈ પણ પ્રગશાળા કે નાનકડા પણ પ્રગ વિના અગમનિગમની વાત એ શી રીતે કરી ગયા?
વશીકરણવિદ્યાના પ્રયોગથી જે આત્માનું અમરત્વ સિદ્ધ થતું હોય તે હવે એ અમર આત્માની જ ભાવી ચિંતા કરવાનું ઉચિત નથી શું? જે વર્તમાન જીવનને સુખદુઃખના મૂળમાં જન્માંતરના સંસ્કારે કર્મ દ્વારા કામ કરતા સિદ્ધ થતા હોય તે ભાવી જન્મના સૌન્દર્ય માટે વર્તમાન જીવનને સુંદર સંસ્કારોથી સભર બનાવવાનું અનિવાર્ય નથી શું?
અને છેલ્લી વાત અગમનિગમની. આવી વાત કહી જનારા સર્વજ્ઞભગવંતની તમામ વાતમાં અપ્રતિહત શ્રદ્ધા આંખ મીચીને મૂકી દેવામાં હવે આપણે પળભરને ય વિલંબ કરીશું ખરા? એ શ્રદ્ધાને અનુરૂપ જીવન બનાવવામાં લેશ પણ ઉદાસીનતા દાખવશું ખરા?
તે ચાલે....આજથી જ.....ના, આ પળથી જ સર્વસેના શાસનની આણને શિર ઉપર ઝીલીએ અને મરતાં પહેલાં ભૂતપૂર્વ જીવનમાં આત્મા ઉપર જામ થઈ ચૂકેલા અશુભ અનુબંધના બંધમાં કડાકા બેલાવીએ. શુભાનુબંધને વાતાનું પ્રદાન કરીએ.
પછી..મૃત્યુ આવવા છતાં મૃત્યુંજય બનશું. જન્મ પામીને અજન્મા બનશું. કર્મ ધારણ કરીને અકર્મા બનશું.
વિ. ધ. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org