SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦] વિજ્ઞાન અને ધર્મ જ આત્માની-સ્ત્રી કે પુરુષ વગેરે તરીકેની જાતિ સદા અવસ્થિત રહેતી નથી પરંતુ બદલાઈ પણ જાય છે આ પ્રયોગના બધા જાણકારોએ સમર્થન આપ્યું છે. શ્રી એડગર કૈસીએ પણ આ જ વાત કહી છે.” વશીકરણવિદ્યાના પ્રયોગથી આત્માનું અમરત્વ પૂર્વજન્મ અને પુનર્જન્મ, દેવલેક સંસ્કારનું પ્રચંડ બળ, જાતિનું પરિવર્તન વગેરે અનેક બાબતે સિદ્ધ થઈ જાય છે. આ વિષયમાં ઊહાપોહ કરતા ઘણુ ગ્રન્થ લખાયા છે. જેવા કે ડો. આર. સી. હેન્સનનું ધ ઈમ્પ્રીઝન્ડ પ્લેન્ડર હાફ શીલેનું પ્રેબ્લેમ ઓફ રી બર્થ ” છના સરમીનારાનું મેની મેન્શન્સ, થેમસ સુગરનું, ”ધેર ઈઝ એ રીવર, ઈવા માટીનનું “રીંગ ઓફ રિટર્ન'. વગેરે.... રૂથ સાયમન્સના આયર્લેન્ડના ભૂતપૂર્વ જીવનની વાત સાંભળીને એક પત્રકારે મેરી બર્ન સ્ટેઈનને સલાહ આપી કે તેમણે આયર્લેન્ડમાં તપાસ કરવી. એ વાત જાણીને સાનંદાશ્ચર્ય થશે કે જ્યારે એ તપાસ કરવામાં આવી ત્યારે ઘણું પ્રયત્ન બાદ ઘણું ઘણી વાતને સંવાદ પ્રાપ્ત થયે. આ અંગે જેણે વિસ્તારથી જાણવું હોય તેણે તે લેખકનું “ધ સર્ચ ફેર બ્રાઈડે મફી' પુસ્તક જોઈ લેવું. આપણે તે અહીં આટલું જ જણાવવું છે કે પાશ્ચાત્ય સંસ્કારોને ગળથુથીમાં જ પામેલા કેટલાક માણસો આ રીતે આત્મા અને તેના પુનર્જન્મની માન્યતાની વાતેના પ્રચંડ ઊંડાણ સુધી પહોંચી જાય અને પછી જે પરિશ્રમ વેઠીને મેટાં વેલ્યુમ પ્રગટ કરે અને તેમાં જૈનદર્શનને ખૂબ જ અનુકૂળ વાતે જોવા મળે ત્યારે હૈયું આનંદથી છલકાઈ જાય અને આંખ હર્ષનાં આંસુથી ઊભરાઈ જાય! *: These findings incidentally, are supported by the readings of Edgar Cayce, who maintained that race, nationlity or sex mignt alter from one life experience to the next. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy