________________
વશીકરણવિદ્યાયી આત્મસિદ્ધિ: પુનર્જન્મવાદ
પૃથ્વીના ઘડિયાળના હિસાબે હું સમય કહી શકું છે ત્યાર બાદ તે સ્ત્રીએ શુક્રના ગ્રહ ઉપરના પિતાના જીવનની કેટલીક ખૂબ જ રસપ્રદ વાત કરી. તેણે કહ્યું કે “પૃથ્વીની પ્રાણીસૃષ્ટિની જેમ અમે (વેપારવગેર) કાર્યો કરતાં નથી. અમારે ત્યાં એટલે બધે પ્રચંડ પ્રકાશ છે કે અમારી દષ્ટિએ તો પૃથ્વી તે અંધકારને જ પ્રદેશ કહેવાય. પછી ભલે ને ત્યાં ભરબપેરને પૂર્ણ પ્રકાશ કાં ન હોય!” ત્યાર બાદ તેણે ત્યાંનાં વૃક્ષોનું વર્ણન કરતાં કહ્યું કે, “એ વૃક્ષે ચમકતી પિલિશ કરેલી ધાતુની જેવા ચમકારા મારી રહ્યાં છે.” * આની સામે જ્યારે હીનેટિસ્ટે વધે લીધે ત્યારે તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “તમે અમારી ગ્રહની દુનિયાની વાત ન સમજી શકે એવી ચમત્કારભરી છે.
એક બાઈ ઉપરના વશીકરણથી એલેકઝાન્ડર કેનન એના શુક્રના ગ્રહ ઉપરના જીવનમાં લઈ જાય અને ત્યાંની જે વાત કરે એ બધી વાતે શું જૈનદર્શનમાં વર્ણવેલા દેવલેકની જ વાત નથી ?
જૈનદર્શનની દષ્ટિએ ફક્ત અઢીદ્વિપમાં જ કાળ છે. દેવલેકમાં કાળ જેવું કશું નથી, ત્યાંનાં દીર્ઘ આયુષ્યને જે કાળથી વર્ણવવામાં આવ્યાં છે તે અહીંના જ કાળથી કહ્યાં છે એવું સ્પષ્ટ કથન જૈનદર્શનમાં મળે છે. વળી દેવલેકમાં રત્નના પ્રકાશની વાતે, અદ્ભુત વૈક્રિય વૃક્ષોની વાતે પણ શું ઉપરની વાતેથી સિદ્ધ થઈ જતી નથી? આગળ વધતાં એલેક્ઝાન્ડર કેનન કહે છે કે, “મારી તપાસમાં જેઓ પિતાના પૂર્વજન્મમાં ગ્રહ ઉપરનું જીવન પણ જીવતા સાંભળ્યા તે બધાએ પિતાનું આયુષ્ય સો વર્ષથી વધુ કહ્યું છે અને ૪-૪ હજાર વર્ષનાં આયુષ્ય પણ કહ્યાં છે.”
આ વાત પણ જૈનદર્શનમાં કહેલા દેવેના સુદીર્ઘ આયુની ખૂબ જ નજદીકમાં ન કહી શકાય શું?
* જિનાગમોમાં કેટલાક વૃક્ષોને ઉદ્યોત નામનું નામકર્મ કહ્યું છે. તેનાથી તે વૃક્ષે ખૂબ ચમકતાં દેખાય છે. આવા જ કોઈ વૃક્ષનું આ બાઈ વર્ણન કરતી લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org