SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ વશીકરણવિદ્યાથી આત્મસિદ્ધિ : પુનર્જન્મવાદ હીનેટિઝમ લાગુ કરવામાં આવ્યું. એ વાત જાણીને આશ્ચર્ય થશે કે એ પ્રગથી એને એક એ પૂર્વજન્મ પકડાયે. જેમાં તે સ્ત્રીને આત્મા રમ દેશમાં પુરુષ ગુલામ તરીકે હતે. (આ ઉપરથી જૈનદર્શનની એ વાત સિદ્ધ થાય છે કે પુરુષ મરીને સ્ત્રી થઈ શકે છે, સ્ત્રી મરીને પુરુષ થઈ શકે છે, ત્યાં તેના કેઈ અપરાધને કારણે તેને પગે સાંકળે બાંધીને પાણીમાં ઉતારીને ગૂંગળાવીને મારી નાંખવામાં આવ્યું હતું. આ ઉપરથી હીટિસ્ટે એવું તારણ કાઢ્યું કે એ ગૂંગળામણ વખતે પાણીના ભયના જે સંસ્કાર આત્મામાં જામ થઈ ગયા હતા તે અત્યારના તેના સ્ત્રી જીવનમાં જાગૃત થઈને તેને પાણીથી ડર પેદા કરાવી રહ્યા છે. - આ રીતે પૂર્વજન્મની સ્મૃતિઓ કરાવીને વર્તમાન જીવનની અનેક સમસ્યાઓ ઉકેલવાનું કામ આજના હીટિસ્ટ-વેજ્ઞાનિકે કરી રહ્યા છે. ખેર...આ ઉપરથી પૂર્વજન્મ અને પુનર્જન્મની અકાય સિદ્ધિ થઈ જાય છે એ જ નિત્યાત્મવાદી જેન દાર્શનિકે માટે ખૂબ જ ગૌરવભરી બીના છે. જે વાત જેનદાર્શનિકેએ ઠેર ઠેર કહી છે એ પૂર્વજન્માદિની વાત ઉપર આજ સુધી કદી પણ ઊહાપોહ થયે નથી તે ઊહાપોહ હવે થઈ રહ્યો છે. દરેક બુદ્ધિમાન માનવ આ વિષયમાં માથું મારવા તત્પર બને છે. આત્મા છે કે નહિ? આ જીવન પછી બીજુ છે કે નહિ? અહીં જ સર્વથા વિનાશ થઈ જાય છે? જો તેમ ન થતું હોય તે મૃત્યુ પછી શું થાય છે.” + વગેરે વગેરે પ્રશ્નો આજે તે ચારે બાજુ જોરશોરથી ઊઠી રહ્યા છે, અને એ તે અપૂર્વ આનંદની બીના છે કે આ પ્રશ્નોને જે કાંઈ ઉત્તર પ્રાપ્ત થઈ રહ્યો છે તે જૈન દાર્શનિકનાં +: To turn for the moment, to a wider aspect of reincarnation, when we die, are we extinct? What happens after death? These are great questioris, and to-day they are engaging the attention of men as never before in the history of world. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy