SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ [૬] વશીકરણવિદ્યાથી આત્મસિદ્ધિઃ પુનર્જન્મવાદ જૈનદર્શનમાં આત્માના અસ્તિત્વ અંગે શંકાને કોઈ સ્થાન જોવા મળતું નથી. સમગ્ર સચરાચર જગતની સમ-વિષમ તમામ અવસ્થાઓ ત્યારે જ ઘટમાન બની શકે, જ્યારે આત્મા જેવી એક વસ્તુ માનવામાં આવે, તેને નિત્ય માનવામાં આવે, કર્મને કર્તા અને લેતા માનવામાં આવે, એ કર્મને સંપૂર્ણ વિનાશ માનવામાં આવે, અને સર્વ કર્મમુક્ત બનવા માટેના ઉપાયેનું અસ્તિત્વ પણ માનવામાં આવે. શ્રી વીતરાગ સર્વજ્ઞ ભગવંતેએ પિતાના જ્ઞાનમાં આત્માનું આવું બે બાજુઓવાળું સ્વરૂપ જોયું અને જગતની સમક્ષ એ સ્વરૂપ જણાવ્યું. આમ જ્યારે આત્મા નિત્ય છે, ત્યારે પૂર્વજન્મ અને પુનજન્મની વાતે પણ જૈનદર્શનમાં બહુ જ સહજ રીતે ઠેર ઠેર વેરાયેલી જોવા મળે જ. અને તેથી જ વર્તમાન જન્મમાં સુંદર એવું ધર્માચરણ પણ જરૂરી બની જ જાય. કેમકે તેના વિના પુનર્જન્મ પામ્યા પછી જીવાત્મા પિતે સુખદ જીવનનું એવર્ય પામી શકે નહિ. આમ આત્મા અંગેનું વિશદ સ્વરૂપદર્શન જૈનદર્શનમાં જોવા મળે છે તેથી જ દરેક જૈન આ વિષયમાં કઈ શંકા કરતું નથી અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy