________________
૫૮ ]
વિજ્ઞાન અને ધર્મ
શકય એટલું જ સદાચારપરાયણુ જીવન જીવવાની કેશિશ પણ કરતા રહે છે.
પણ આ હકીકત જગતના ઘણા મોટા વિસ્તારમાં ખૂબ જ ચર્ચાસ્પદ બનેલી છે. બુદ્ધિજીવી વર્ગ આત્માના સ્વરૂપમાં જાત જાતની શંકા-કુશકાઓ કરતા રહે છે. એક નાનકડા વૈજ્ઞાનિક વર્ગ એના અંગે તરેહ તરેહના ઊહાપાડુ કરે છે; વૈજ્ઞાનિક પદ્ધતિથી આત્માના સત્ય સ્વરૂપનું અન્વેષણ કરવા કટિબદ્ધ પણ બનેલે છે.
ફીનિકસ (એરીઝોના)ની એક ખાણના માલિક જેમ્સ કીડની કે જેઓ ૧૯૫૧માં મૃત્યુ પામ્યા છે, તેમણે પેાતાના મૃત્યુ પૂર્વ એક વીલ કર્યુ'' તેમાં તેમણે જણાવ્યુ` છે કે, “મૃત્યુ સમયે માનવશરીરમાંથી આત્મા નીકળી જાય છે એ વાતના આત્માના સ્વતંત્ર અસ્તિત્વની વાતના—જે કઈ વૈજ્ઞાનિક પુરાવા આપે તેને બે લાખ ડાલર ઇનામ આપવું.”
અમેરિકાની આઠ સંસ્થાઓએ આ ઇનામ માટે પેાતાની ઉમેદવારી નોંધાવી છે. એરીઝાના રાજ્યની સર્વોચ કોર્ટમાં ૧૯૬૭ના મા માસની છઠ્ઠી તારીખથી ૧૮ દિવસની સુનાવણી થનાર છે તે વખતે આઠ સંસ્થાએ આત્માના સ્વતંત્ર અસ્તિત્વ સંબધમાં પેાતાન પુરાવાઓ રજૂ કરશે અને તે ઇનામ માટેના પાતાના હક્ક દાખલ કરશે.
આ વીલના રક્ષક વકીલેાનું કહેવું છે કે જો કોઈ સાચે વૈજ્ઞાનિક પુરાવા રજૂ નહિ કરાય તેા માનવીના આત્માનું અસ્તિત્વ પુરવાર કરવાને ઈરાદેા ધરાવતી કોઈ પણ સશેાધન–સ સ્થાને તે રકમ આપી દેવામાં આવશે.
ભારતમાં ડૉ. બેનરજી આત્માના પૂર્વજન્મ અંગેનું સત્ય તપાસવા આકાશ પાતાળ એક કરવા લાગ્યા છે. વિશ્વભરમાંથી પૂર્વજન્મની સ્મૃતિ પ્રાપ્ત કરતા લગભગ ૫૦૦ કિસ્સાઓ તેમણે ભેગા કર્યાં છે. દિવસે દિવસે તેઓ પૂર્વજન્મના અસ્તિત્વની સત્ય હકીકતની વધુ ને વધુ નજદીક આવતા જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org