________________
૪૮]
વિજ્ઞાન અને ધર્મ
હોય છતાં પણ શુદ્ધધર્મના સેવનથી એ સંબંધનો અંત જરૂર આવી શકે છે. સોનું અને માટી ચિરકાળથી સંબદ્ધ હોવા છતાં અગ્નિના પ્રયોગથી શું તે બેને સંબંધ મટી જતો નથી ? શું સોનું શુદ્ધ બની જતું નથી ? આ જ રીતે આત્મા પણ જ્યારે કર્મથી મુક્ત બને છે ત્યારે તે શુદ્ધ બનેલે આત્મા, ઉપર આવેલી સિદ્ધશિલામાં જઈને સદાને માટે સ્થિર થઈ જાય છે. ત્યાં તેની સાથે શરીર વગેરે કશું જ હોતું નથી. જે છે તે માત્ર પોતે જ છે, પિતાના જેવા અગણિત આત્માઓ છે. સદાકાળ માટે તે પિતાના જ આત્મિક શુદ્ધ આનંદને માણ્યા કરે છે. પછી તે કદાપિ આ જગતમાં અવતાર લેતું નથી. જે કઈ જીવ એવા એવા શુદ્ધાત્મા પરમાત્માનું ધ્યાન ધરે છે તો તે પણ કર્મથી મુક્ત થતે શુદ્ધાત્મા પરમાત્મા બની જાય છે.
જેમ સઘળાં કર્મથી આત્માને મેક્ષ થાય છે તેમ તે કર્મથી મુક્ત થવાના ઉપાય પણ છે. એવું નથી કે એ મેક્ષ અકસ્માત થઈ જાય છે. જન્મ, જરા, રેગ, શેકાદિનાં ભયંકર દુઃખોથી મુક્ત થવું જ રહ્યું અને તે માટે જે ઉપાયે છે તેને જીવનમાં અપનાવવા જ રહ્યા. એ ઉપાયો છે ભગવાન જિનેશ્વરેએ બતાવેલું સાચું દર્શન, સાચું જ્ઞાન અને ઉત્તમ સદાચાર. આ ત્રણેય અગ્નિની ભઠ્ઠી સમા છે, જેમાં આત્મ-સુવર્ણ, કમના મેલથી છૂટું થઈ જઈને એકદમ શુદ્ધ બની જાય છે.
આજે જૈનદર્શનમાં આત્મા અંગે આ છ વાતે બતાવી છે; કે આત્મા છે, તે પરિણામી નિત્ય છે. કમને કર્તા છે, કર્મનો ભક્તા છે, મોક્ષ છે અને તેના ઉપાય પણ છે.*
+ : શાસ્મારિત જ પરિળામ, વદ્દ સર્મા વિજળ !
મુશ્ચ સ્તચો, હિંસાડડઠૂંસાહિતુ તે પ્રમાણનયતવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org