SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪] વિજ્ઞાન અને ધર્મ અમેરિકાના શોધકે કહે છે કે આટલાંટિક મહાસાગર આ પૃથ્વીને એક દેશ હતું, પણ ધૂમકેતુ સાથે અથડાવાથી નાશ પામ્યું છે. જ્યારે ડે. કાઉન્ટસને ભૂતપ્રમાણથી એ મત છે કે આટલાંટિક એક સ્વતંત્ર ગ્રહ હતો અને પૃથ્વી સાથે અથડાવાથી નાશ પામે છે. વળી તે ગ્રહના માનવ મંગળના ગ્રહમાં જઈ વસ્યા છે. ન્યૂટન અને લીવનીઝની વચ્ચે ચલન-કલનની માન્યતામાં વિવાદ હતો. ન્યૂટન કહે છે કે સૂર્યમંડળમાં બુધ સિવાય બીજે ગ્રહ જ નથી. જ્યારે અન્ય વિદ્વાને કહે છે કે સૂર્ય અને બુધની વચમાં વલ્કન નામને ગ્રહ છે. બીજા કેટલાક વળી કહે છે કે અહીં વકન દેખાતે જ નથી. - સાપેક્ષવાદની ઉત્પત્તિ પછી ગેલેલિયે, ન્યૂટન અને ઉકલેદસ વગેરે વૈજ્ઞાનિકના સિદ્ધાંતે અસત્યમૂલક તથા ભ્રમાત્મક સિદ્ધ થયા છે. આ બધી વાતે ઉપરથી એટલું જ સિદ્ધ થાય છે કે બધી બાબતમાં વિજ્ઞાનનું સંશોધન એ અંતિમ સત્ય નથી. એનું વિધાન સતત પરિવર્તનશીલ રહે છે. આ વાત વર્તમાન જગતના દરેક વિજ્ઞાન-પ્રેમીએ સમજી લેવી પડશે. જ્યારે ને ત્યારે વિજ્ઞાનના સંશોધનને અણીશુદ્ધ સત્ય તરીકે જ મૂલવવાની એક પ્રકારની ઘેલછા સત્યની નજદીક લઈ જવાને બદલે સત્યથી હંમેશા દૂર રાખનારી બની રહે છે. જ્યારે વૈજ્ઞાનિકો પોતે જ પોતાનાં મન્તવ્યને અંતિમ સત્ય તરીકે કલ્પી ન લેવા માટે જોરશોરથી સ્પષ્ટ શબ્દોમાં વિજ્ઞાન પ્રેમીએને જણાવે છે તે વખતે પણ તેનાં વિધાનને પરમ સત્ય તરીકે સ્વીકારી લેવા અને સર્વજ્ઞભાષિત સત્યેની અવગણના કરી નાખવી એ તે ખૂબ જ નાદાનિયતભરી ચેષ્ટા કહેવાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy