________________
વિજ્ઞાન અને ધર્મ
સમગ્ર માનવને લક્ષમાં લે છે. અન્ય વૈજ્ઞાનિક સત્યે સમગ્ર માનવને લક્ષમાં લેતા નથી અને માનવીની આંતરિક જરૂરિયાતને પણ લક્ષમાં લેતા નથી. વૈજ્ઞાનિક સત્યથી જ સુખ-શાંતિ નહીં આવે અને આજના વિકરાળ પ્રશ્નોનું સમાધાન નહીં જડે તે મત પશ્ચિમના વિજ્ઞાનીએમાં પણ બંધાઈ રહ્યો છે. પશ્ચિમના વિજ્ઞાનીઓ હવે વિજ્ઞાનની દેણે વિષે સાશંક બની ગયા છે. અને વિજ્ઞાન પરની શ્રદ્ધા તેમનામાં ઘટી રહી છે. સૌ જાણે છે કે જે ખનિજ તેલના સર્જનમાં ચાલીસ કરોડ વર્ષો વીતી ગયાં તેને પશ્ચિમના માનવીએ ઉદ્યોગીકરણને નામે માત્ર ચારસો વર્ષમાં જ વ્યર્થ બનાવી દીધું. ઉદ્યોગીકરણને નામે પશ્ચિમે એ વાયુમંડળ જ દૂષિત કરી નાખ્યું. જેમાંથી એ શ્વસન કરતું હતું.
ગની પરંપરામાં વાયુમંડળના પ્રદૂષણ સામે રક્ષણ મળે છે અને એશિયાની સંસ્કૃતિની આ જ વિશેષતા છે કે તે શક્તિને વેડફી દેવાનું નથી શીખવતું પણ તેને સંગ્રહીત કરવાનું શીખવે છે.
પશ્ચિમની અવદશાનું મૂળ તેની વિચારપ્રણાલીમાં કે વિચારરીતિમાં પડેલું છે, તે જ્ઞાનને વિખંડિત કરીને જુએ છે. આજે આપણી પાસે ભૌતિકશાસ્ત્ર છે, અને નવું પણ ભૌતિકશાસ્ત્ર છે. જીવવિજ્ઞાન અને નવું જીવવિજ્ઞાન તથા રસાયણશાસ્ત્ર અને નવું રસાયણશાસ્ત્ર પણ છે. આ બધા ખંડવિખંડ છે. એશિયાઈ વિચારરીતિ સમગ્રને જુએ છે અને સુસંકલિત જીવનદષ્ટિ આપે છે. જ્યારે એમ કહેવામાં આવે છે કે સમગ્ર જ્ઞાન વેદમાં, કુરાનમાં કે અવેસ્તામાં પડેલું છે ત્યારે તત્વતઃ તે માનવ દ્વારા ઉપાજિત જ્ઞાનને સંકલિત કરવા પ્રયાસ જ બેલતા હોય છે.
આજને આપણે યુગધર્મ એ છે કે વિજ્ઞાન અને ટેફનોલેજીનાં નૈતિક પાસાંઓનું મૂલ્યાંકન કરતું આજનું પશ્ચિમનું નીતિશાસ્ત્ર ગૂંચવાયેલું છે. દરેક વધુ ને વધુ સમૃદ્ધ થવા ઝંખે છે અને ઓછામાં ઓછું કામ કરવા માગે છે, પરંતુ એશિયાના કહો કે બિનઔદ્યોગિક દેશના આ લેકનું નૈતિક વલણ પૂરેપૂરું પશ્ચિમના વાદે બદલાયેલું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org