________________
ભવિષ્યવાણું તણની વિશ્વવ્યાપી કટોકટી, પ્રદૂષણની ભયાનક સમસ્યા અને આર્થિક અવદશા તથા અવ્યવસ્થા. આપણા યુગમાં આ બધી ભૂતાવળ સર્જાઈ છે. તેનાં મૂળ મધ્યકાલીન યુગમાં પડેલાં છે. તે સમયે યુરોપની વિચારપરંપરાએ વળાંક લીધે અને વિજ્ઞાન તથા ટેકનોલેજીના ક્ષેત્રે નવી દિશાઓ ખૂલવાની સાથે માત્ર ભૌતિક અને વસ્તુગત જગતનાં સત્ય શોધવાનું શરૂ કર્યું. પરંતુ માનવી માત્ર ભૌતિક અને પદાર્થ જગતનાં સોથી જીવી શો નથી. એને તે આધ્યાત્મિક સત્ય અને એ પામવાની વિદ્યાઓની પણ જરૂર રહે છે. આ આધ્યાત્મિક વિઘાઓ એશિયાની સંસ્કૃતિમાં અતિ વિકસિત છે.
વિજ્ઞાન અને ટેકનોલેજીની હરણફાળ પછી પશ્ચિમને પણ પ્રતીતિ થઈ કે તેના વિકાસમાં ઊણપ અને અધૂરપ રહી ગઈ છે. આ પ્રતીતિ થયા પછી પશ્ચિમની આજની પેઢીએ એશિયાના ધર્મો અને આધ્યાત્મિક પરંપરાની બેજ કરવા માંડી છે, પરંતુ એશિયાના કેટલાય દેશે દ્રાવિડી પ્રાણાયામ કરી રહ્યા છે; પણ તે માર્ગે જવાથી અંતિમ પ્રશ્નોનું સમાધાન મળવાનું નથી.
એશિયાની પરંપરાએ માનવીને પ્રકૃતિ સાથે સંવાદી જીવન ગાળવાનું શીખવ્યું છે. માનવી અને માનવી વચ્ચેના નહીં, માનવી અને પ્રાણીજગત તથા માનવી અને અન્ય મહાભૂતે વચ્ચેના સંબંધને પણ એશિયાઈ પરંપરાએ સુશવાદી ક૯યા છે. આમ પશુ, પંખી, પહાડ, નદી, વૃક્ષે અને સવારે સૌ સાથે માનવીએ સંવાદ સ્થાપીને જ જીવનને ભર્યું ભર્યું કે પૂર્ણ બનાવવાનું છે. પરંતુ આજે સંવાદને સેતુ તૂટી રહ્યો છે. જ્યારે માનવીમાં એ પ્રતીતિ નથી રહેતી કે પૃથ્વી તેની માતા છે ત્યારે પૃથ્વી પણ પિષણ આપવાનું કદાચ છોડી દે તેવી પૂરી સંભાવના છે.
સાંપ્રત પરિસ્થિતિમાં વિજ્ઞાન અને ધર્મ વચ્ચે સુસંવાદ સ્થાપવાની જરૂર છે. આ સંવાદ વૈજ્ઞાનિક પદ્ધતિથી કે વિજ્ઞાનના વિભ્રમથી નહીં સ્થાપી શકાય, એશિયાની જીવનદષ્ટિને એ વિલક્ષણતા રહી છે કે તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org