________________
ભવિષ્યવાણી
[૩૬
એડગર ડી. માયકલે પણ એક સ્વાનુભવના લેખ લખ્યા છે. ‘આઉટર સ્પેસ ટુ ઇન્ટર સ્પેસ' નામના લેખમાં તેમણે એક વિપ્લવકારી જાહેરાત કરી છે. તેમણે જે કહ્યું છે તેના સાર આમ છેઃ
મારી અવકાશયાત્રા દરમિયાન મેં પૃથ્વી ઉપરના મારા ચાર સાથીદાર વિજ્ઞાનીઓને ટેલિપથી (માનસિક સંદેશા) દ્વારા મારા માનવ–મનની શક્તિ કેટલી છે તેના ખ્યાલ મને આ અખતરા દ્વારા થયા હતા. એ પ્રકારે મનેાવિજ્ઞાનના સશોધનમાં અવકાશયાત્રીએ શું કામ રસ લેવા જોઇએ તેમ મને પૂછવામાં આવે છે. મને અવકાશયાત્રામાં તો રસ હતા જ પણ હવે મને મારા અતરમનની અન્નુરના અવકાશની શોધ કરવામાં વધુ રસ છે, બાહ્ય અવકાશને તે ઢ ંઢોળી આવ્યા, જોકે મને જ્યારે ચદ્ર ઉપર મેાકલ્યા ત્યારે હું એક વ્યવઙારુ વિજ્ઞાની ઇજનેર તરીકે ગયા હતા. વિશ્વનાં રહસ્ય શોધવામાં જે વિજ્ઞાનના હેતુએ હતા, તેને અનુલક્ષીને મે ૨૫ વર્ષી અવકાશ વિજ્ઞાનને લગતા અભ્યાસ કર્યો ખરા, પણ એપાલા-૧૪ના અનુભવ વખતે મને થયું કે, વિજ્ઞાન અને ટેકનોલેજીની કેટલીક મર્યાદ એ છે.
વિજ્ઞાનની આ મર્યાદાના ભાસ તે યાત્રાના પ્રારભમાં જ થયા. પૃથ્વી જેવા ગ્રહને વિશાળ અવકાશમાં મૈં તરતા જોયા. વાદળી અને શ્વેત ર*ગને! આ પાસાદાર હીરા જેવા સુંદર ઘાટ જોયા ત્યારે હું કુદરત ઉપર આફરીન થઇ ગયેા. એ સમયે હું થાડે! ધર્મિષ્ઠ બન્યા અને જાડ઼ે હું ઉન્મત્ત આધ્યાત્મિક અવસ્થામાં ગરકાવ થઇ ગયેા. તે સમયે દિવ્ય શક્તિનું અસ્તિત્વ મને જણાવા લાગ્યું. ત્યારે મને ખ્યાલ આવ્યો કે, આ વિશ્વમાં માનવના જન્મ અકસ્માત નથી. મને સ્પષ્ટ રીતે ભાસ થયા કે, આ વિશ્ર્વની રચનાને કેાઈ હેતુ છે, કોઈ સ્પષ્ટ ક્રિશા છે, આ દશ્યમાન થયેલા સર્જનની પાછળ કોઈ અદૃશ્યમાન શક્તિના હાથ છે.
આ બધી સુંદરતા હું જોતા હતા ત્યારે જ મને યાદ આવ્યું કે પૃથ્વી ઉપરના માનવબધુ પત્ની, જરઝવેરાત, જમીન અને મિલકત માટે ઝઘડા કરે છે, યુધ્ધે ચઢે છે, એક બીજાને છેતરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org