SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૦ વિજ્ઞાન અને ધર્મ ત્યારે કહ્યું હતું કે, થોડા જ વરસમાં ગૃહિણના કામને બે કેપ્યુટરે ઉકેલી આપશે. ૬૦ લાખ ડેલરને ખર્ચે તૈયાર થઈ રહેલે અમેરિકન યંત્રમાનવ, માનવને છક્ક કરી દે તેવાં કામ કરશે. શ્રી ર્જ લિઓનાર્ડ તેમના લેખમાં કહ્યું છે કે, શરૂમાં આવી છે દેનારી ભવિષ્યવાણીઓ પછી આપણે જોયું કે અત્યારે ૪ વર્ષનું બાળક જે પ્રકારે ગણિત સમજે છે તે કેપ્યુટર સમજતું નથી. અમેરિકાનું અવકાશ સંશોધન કેન્દ્ર જે “નાસા'ના ટૂંકા નામે ઓળખાય છે તેણે એક યંત્ર-માનવ દ્વારા સાઈકલ ચલાવવા પ્રયાગ કર્યો. શ્રી ર્જ લિયેનાઈ કહે છે, બાર વર્ષને બાળક જે સાઈકલ ચલાવી શકે તે રીતે ૬૦ લાખ ડોલરને ‘નાસાને યંત્ર-માનવ સાયક્લ ચલાવી શક્યો નહિ અને ભેંય ભેગો થયે! વિજ્ઞાન અને કેપ્યુટરની નિષ્ફળતાના આ દાખલા આપીને શ્રી જે લિયેનાર્ડ કહે છે કે, We frnd it easy to imagine supern man robots, cut now science is showig us that our own abilities are even more remarkable' આમ, માણસ યંત્રોને ભવ્યતા બક્ષવા મથે છે તે ભવ્યતા તેના પિતાનામાં જ છે, તેમ શ્રી લિયેનારું કહેવા માગે છે. દા. ત.. સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં ડો. બાબા સાકીટે કરેલા પ્રયોગ ઉપરથી માલુમ પડ્યું કે માનવની આંખ કઈ પણ વિજ્ઞાનનાં સાધનને ઉપગ કર્યા વગર પ્રકાશના ભિન્ન પાડેલા એક એકમને (કણને જોઈ શકે છે. માનવીમાં અદ્ભુત શક્તિઓ રહેલી છે તેમ કહેવાની સાથે શ્રી લિયેનાઈ કહે છે કે, આ તમામ દિવ્ય શક્તિઓ આપણે સર્જન અને ક્રાંતિ માટે વાપરી શકતા નથી. આપણા શરીરની અંદરની અને મગજની સૂતેલી શક્તિઓ નકામી પણ જતી હોય છે. કેટલીક શક્તિ વપરાયા પછીની જે સૂક્ષ્મ શક્તિ બાકી રહે છે તે વાપરવી કે ન વાપરવી તે આપણા હાથની વાત રહે છે. સેટરડે રિવ્યુ ના અંકમાં ૧૯૭૧ની સાલમાં એપલે ૧૪ નામના ચંદ્રયાનમાં ચંદ્ર ઉપર પગ મૂકી આવેલા અવકાશયાત્રી શ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy