________________
૩૫૬]
વિજ્ઞાન અને ધર્મ
કર્યો. એની સાથે જ ગશક્તિને આધારે તેમણે એવી ભવિષ્યવાણીએ કરી કે જે સાચી પુરવાર થતાં તેમની અદ્ભુત શક્તિ આગળ અવિશ્વાસુ માણસોને પણ પિતાની હાર માનવી પડી. આ યોગીનું નામ હતું સ્વામી આનંદાચાર્ય.
તે સન ૧૮૮૩માં બંગાળામાં જન્મ્યા. જન્મસમયનું તેમનું નામ હતું સુરેન્દ્રનાથ બરાલ. કલકત્તા વિશ્વ વિદ્યાલયમાંથી તે ભારતીય દશનશાસ્ત્રમાં એમ. એ. થયા અને ત્યાં જ લેકચરર તરીકે પણ રહ્યા. પાછળથી તેમણે એ નોકરી છોડી દીધી અને ગાભ્યાસમાં પ્રવૃત્ત થઈ ગયા. તેમણે પિતાનું કાર્યક્ષેત્ર ભારત સુધી જ મર્યાદિત ન રાખતાં સમસ્ત વિશ્વને પિતાનું ઘર માન્યું. તે નેવેમાં જઈને વસ્યા. ત્યાં તેમણે એગ તથા દર્શન પર ૨૯ ગ્રંથ લખ્યા અને અધ્યાત્મને પ્રચાર કરવા માટે સમસ્ત વિશ્વમાં ઘૂમ્યા. આ દરમિયાન તેમણે યોગશક્તિને બળે એવી ભવિષ્યવાણી કરી કે જે સમયની કસોટીએ સેએ સે ટકા સાચી પડી. તેમને પૂછતાછ કરવાને માટે વિશ્વશ્રેષ્ઠ માણસો આવવા લાગ્યા.
સન ૧૯૧૦માં સ્વામીજીએ સંસારનાં બધાં મુખ્ય અખબારમાં પિતાની એવી ભવિષ્યવાણુ છપાવી હતી કે, “અત્યારથી ૪ વર્ષ પછી જુલાઈની આખર તારીખેમાં સામાન્ય કારણોને લીધે વિશ્વયુદ્ધ શરૂ થશે. તે ૧૯૧૮ના નવેમ્બર સુધી ચાલશે. એને પછી એક વિશ્વસંસ્થા બનશે, પરંતુ તેના નિર્ણયે ઘણું ઓછા દેશો સ્વીકારશે.”
એ દિવસોમાં આ ભવિષ્યવાણી તે કરવામાં આવી પરંતુ એના પર કોઈને વિશ્વાસ બેઠે નહીં. પરંતુ સમયાનુસાર બધું સાચું પડ્યું. એસ્ટ્રિયાના યુવરાજને સીનિયાના કેઈ યુવકે ગોળી મારી દીધી. આટલી જ વાત પર વિશ્વયુદ્ધ શરૂ થયું. અને બરાબર એટલા જ દિવસ ચાલ્યું. રાષ્ટ્રસંઘ (લિગ એફ નેશન્સ)ની પણ સ્થાપના થઈ. બંને વાત સાચી પુરવાર થઈ. એટલું જ નહીં, તેમની બીજી કેટલીય રાજનૈતિક ભવિષ્યવાણીઓએ સંસારના શ્રેષ્ઠ લેકોનું ધ્યાન તેમના તરફ ખેંચ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org