________________
ભવિષ્યવાણી
[૩૫૧ જ સંપન્ન કરેલી બધી સંગઠનશક્તિ હશે કે જેથી વિશ્વના કેઈ પણ રાષ્ટ્રની સરકાર પાસે પણ નહીં હોય. તે એક માનવીય બંધારણનું નિર્માણ કરશે કે જેમાં આખા સંસારની એક ભાષા, એકસથી રાજ્ય, એક સર્વોચ્ચ અદાલત અને એક ઝંડાની રૂપરેખા હશે. આ પ્રયત્નના પ્રભાવથી મનુષ્યમાં સંયમ, સદાચાર, ન્યાય, નીતિ, ત્યાગ અને ઉદારતાની સ્પર્ધા થશે. સન ૧૯૯૯ સુધીમાં આ આખા સંસારનું સ્વરૂપ બદલાઈ જશે અને પછી હજારો વર્ષો સુધી લેકે સુખશાંતિનું જીવન વ્યતીત કરશે. આજે સંસાર ધર્મ અને સંસ્કૃતિના જે સ્વરૂપની કલ્પના પણ નથી કરતે એ ધમને ઝડપથી વિસ્તાર થશે અને તે આખા સંસાર પર છવાઈ જશે.”
(૯) ગેરાર્ડ કાઈસે હોલેન્ડના દિવ્યદશી ગેરાર્ડ ક્રાઈસેએ એકલા પોતાના દેશને જ નહીં પરંતુ આખા યુરોપને આશ્ચર્યચકિત કર્યું છે. વિજ્ઞાન પર વિશ્વાસ કરનારી આજની ભૌતિકવાદી દુનિયા હજી પણ એ સમજવા શક્તિમાન બની નથી કે મનુષ્ય અદીઠ અને અજાણું ભૂત તથા ભવિષ્યની વાતને કેવી રીતે જાણી શકે છે અને છતાં પણ જે ત સામે સ્પષ્ટ રહે છે એમને જૂઠાં પણ શી રીતે કરાવી શકાય?
ગુમ થઈ ગયેલાં ડઝને બાળકના વાલીઓ લગભગ દરરોજ કાઈસને પૂછવા આવે છે અને સાચી સ્થિતિની ખબર મેળવીને સંતુષ્ટ ચિત્તે પાછા ફરે છે. અમેરિકાથી પાંચ હજાર માઈલ દૂરથી એક પ્રોફેસરે પિતાની ગુમ થયેલી છોકરીના સંબંધમાં પૂછયું. એના જવાબમાં ક્રાઈસેએ જણાવ્યું કે, “કરી સ્કૂલ જતી હતી ત્યારે અકસ્માતને ભેગ બની ગઈ. પોલીસે તેને બેભાન સ્થિતિમાં દવાખાને પહોંચાડી. આજે તેની હાલત સારી છે, ઘરને પત્તે તે સારી રીતે જાણે છે. એટલે આજે જ તેને દવાખાનાવાળા ઘેર પહોંચાડી જશે.” તે જ દિવસે આ ઘટનાક્રમ કહ્યા પ્રમાણે બની ગઈ. છોકરી મલમપટા સાથે દવાખાનાની ગાડીમાં છ દિવસ પછી ઘેર પહોંચી ગઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org