________________
ભવિષ્યવાણી
[૩૪૯
(૮) એન્ડરસન આવા (અમેરિકા)માં જન્મેલા શ્રી એન્ડરસન પિતાના સમયના શારીરિક રીતે મહાબળવાનેમાંના એક હતા. તેમણે બળવાન અને પહેલવાનમાં પિતાની ગણતરી તે નથી કરાવી પરંતુ તાકાતની દષ્ટિએ તે બીજા કેઈથી ઊતરતા ન હતા. જ્યારે લોકે તેમને એક લેખંડની લાઠી પર ૨૦ વ્યક્તિઓને લટકાવી તેમને ઉઠાવીને ફરતા જેતા. મેટરકારને તે દડાની માફક ઉઠાવી લેતા અને મદોન્મત્ત સાંઢને પડકાર આપીને એમને મલયુદ્ધમાં પછાડતા ત્યારે લેકે આશ્ચર્યચકિત થઈ જતા.
એમાં પણ મેટી વિશેષતા હતી તેમની અતીન્દ્રિય ચેતના, કે જેને આધારે તેમણે કેટલીય આશ્ચર્યજનક ભવિષ્યવાણી કરી અને એ બધી ૯૭ ટકા સાચી પુરવાર થતી રહી. આ જન્મજાત પ્રતિભાને તેમણે ગાભ્યાસની સાધના અને સંયમ-નિયમનું પાલન કરીને વધારી.
એન્ડરસન જ્યારે આઠ વર્ષના હતા ત્યારે એક દિવસ પિતાની માને ખેંચતા ખેંચતા પિતાના મોટાભાઈ નેલ્સનના ઓરડામાં ટાંગેલી તસવીર નજીક લઈ ગયા અને બેલ્યા, “તી નથી, ભાઈના ચહેરા પર ગોળી વાગેલી છે અને તે જમીન પર પડીને મરી ગયા છે.”
માએ એન્ડરસનને ધમકાવ્યા અને કહ્યું, “મૂખ, ફરીથી આવી ખરાબ વાત મેંમાંથી કાઢીશ નહીં. બાળક ચૂપ ન રહ્યો અને કહે જ રહ્યો, “તું મારી વાત સાચી કેમ નથી માનતી? જે હું જોઈ રહ્યો છું એ શું ખોટું છે?” ત્રણ દિવસ પછી કેનેડાથી તાર આવ્યું. એમાં નેલ્સનના ચહેરા પર ગોળી વાગવાના અને એનાથી તેનું મૃત્યુ થયાના સમાચાર હતા.
એન્ડરસને વખતોવખત અનેક ભવિષ્યવાણી કરી છે. એમાંની કેટલીક આંતરરાષ્ટ્રીય રીતે મહત્વની પણ છે. જે દિવસમાં રશિયા અને જર્મની વચ્ચે ઘનિષ્ઠ મિત્રતા હતી અને મિત્રરાષ્ટ્ર એ બંનેનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org