________________
૩૪૬]
વિજ્ઞાન અને ધર્મ
પર વિશ્વાસ કરશે. (૮) નવાં મંદિરે બનાવવા કરતાં જીર્ણ થયેલાં મંદિરને પુનરુદ્ધાર કરવાનું પુણ્યદાયક માનવામાં આવશે. મંદિરે જન-જાગૃતિનાં કેન્દ્રો બનીને કામ કરશે. સદ્દભાવ વધશે.
લખનૌમાંથી પ્રકાશિત થતા “જ્ઞાનભારતી' માસિકના ફેબ્રુઆરી ૧૯૬૩ના અંકમાં એક આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા દિવ્યદશી શ્રી. રાવલની ભવિષ્યવાણી છપાઈ હતી. એમાં એવી વાતે આવી હતી કે જેમની તે દિવસોમાં સહેજ પણ સંભાવના હતી નહીં. વાંચનારાઓએ તે દિવસોમાં એ વાતને અસંબદ્ધ જણાવી હતી પરંતુ સમયે એ બધી વાતને સાચી પુરવાર કરી દીધી એટલે હવે એ આગાહીઓમાંની કેટલીક બીજી વાત પર વિશ્વાસ કરવામાં આવે છે.
આ ભવિષ્ય-કથનમાં કહેવામાં આવ્યું હતું “સન ૧૯૬૫ના અંત સુધીમાં ભારત-પાકિસ્તાન યુદ્ધ થશે. એમાં ભારત પોતાની પાકિસ્તાનના કબજામાં ગયેલી ઘણી હદ પાછી મેળવી લેશે અને વાતચીત દ્વારા સમજૂતી થઈ જશે....
પાકિસ્તાન તાકંદ સમજૂતીનું પાલન કરશે નહિ. બંગાળમાં હિંસક ઘટનાઓ વધશે. બેકેનું રાષ્ટ્રીયકરણ થશે. કોંગ્રસ બે જૂથમાં વહેંચાઈ જશે. નાણાપ્રધાન મોરારજી દેસાઈ રાજીનામું આપશે. પૂર્વ પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ થશે અને ભાગલા પણ પડશે. સન ૧૯૭૦માં ઈજિપ્તના નાસરનું મરણ થશે. ઈઝરાયલ જીતેલો પ્રદેશ છેડશે નહીં. બંધારણમાં ફેરફાર થશે. રાજાઓની પ્રીવિયસ છિનવાઈ જશે. મેઘવારી અને ટેક્સ વધશે.”
ઉપરોક્ત બધી વાત સાચી પડવાથી તેમના નવયુગના આગમન સંબંધીના કથન પર પણ વિશ્વાસ કરવાનું દિલ થાય છે. તેમનું કહેવું છે કે ભારત દરેક ક્ષેત્રમાં ઉન્નતિ કરશે. સારી જાતિનું સન્માન ઘણું વધશે. માનવી–માનવી વચ્ચે ભાઈચારાને વિકાસ થશે. સંસાર એકતાના કેન્દ્ર તરફ આગળ વધશે. મહાયુદ્ધને સમાંતર એક વિશ્વવ્યાપી બૌદ્ધિક ક્રાંતિ થશે. એની નેતાગીરી ભારત કરશે. ધર્મ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org