________________
ભવિષ્યવાણું
[૩૪૫ આ આગાહીઓ કરવામાં આવી તે સમયે એવી કઈ પરિસ્થિતિઓ જણાતી ન હતી.
શ્રી. શાસ્ત્રીજીએ યુગ૫રિવર્તન પુસ્તક પ્રકાશિત કર્યું, એમાં તેમણે લખ્યું, “હાલમાં યુગ૫રિવર્તનની સંધિવેળા શરૂ થઈ છે. યુગ ' પરિવર્તનની પ્રત્યક્ષ નિશાનીઓ થોડા સમય પછી પિષ વદી અમાસ, સંવત ૨૦૧૮માં પ્રત્યક્ષ થશે, ત્યાર પછી અજ્ઞનાંધકારને અંત ઝડપથી થશે અને નવયુગને પ્રકાશ વધતું જશે. એ સમય ભારતમાં તીવ્ર ખળભળાટને સમય છે. સાથે સાથે અનેક સફળતાઓ સાથે તેને વિશ્વની નેતાગીરી કરવાનો અવસર મળશે. આગામી સમયમાં ભારત જ્ઞાન અને વિજ્ઞાન એ બંને દૃષ્ટિબિંદુએ વિશ્વનું સર્વોપરી રાષ્ટ્ર થશે.
શ્રી. શાસ્ત્રીએ યુગ પરિવર્તન સાથે બદલાતી પરિસ્થિતિઓની રૂપરેખા આ પ્રમાણે બતાવી છેઃ
“આ દેશમાં એક જબરદસ્ત વિચાર-કાંતિ થવાની છે. આ વિચાર-ક્રાંતિને પરિણામે (૧) શિક્ષણ પદ્ધતિ બદલાઈ જશે. અત્યારે લેકે કરીને માટે ભણે છે. થોડા દિવસમાં જ એક એવી શિક્ષણ પદ્ધતિ પ્રગટ થશે કે જેમાં ભણેલા લેકેને નેકરીની નહિ પણ નોકરની જરૂર પડશે. (૨) ઈશ્વરભક્તનું સ્વરૂપ માળા જપવા સુધી મર્યાદિત ન રહેતાં માનવસમાજના પછાત વર્ગની સેવારૂપે બહાર આવશે. (૩) લેકેને મેક્ષની નહિ પણ સેવાની કામના થશે. (૪) કહેવાતા હલકટ હૃદયના બુદ્ધિવાદીઓ પ્રત્યે લેકેને ધૃણા ઉત્પન્ન થશે. ભૂગર્ભ વિદ્યા, પૈસાયણશાસ્ત્ર, યંત્રવિદ્યા, ખનિજવિદ્યા, ચુંબક -વિદ્યુત વગેરેનાં નવાં ક્ષેત્રે વિકાસ થશે. અને એની નેતાગીરી ભારતવર્ષ કરશે. (૫) બેહદ ફેલાયેલી કેમ સમેટાઈ જશે. ને ચાર વર્ણમાં મર્યાદિત થઈ જશે. કેમી સંકુચિતતાઓ નાશ પામશે, અને એને પ્રભાવ ખાવા-પીવા, રહેણી-કરણ, અને રીતરિવાજો પર પડશે. (૬) વેદવિજ્ઞાનને વિસ્તાર આખા વિશ્વમાં થશે. (૭) લેકે સંઘશક્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org