________________
૩૪૨]
વિજ્ઞાન અને ધર્મ (૬) શ્રીમતી બરિકા હંગેરીનાં દિવ્યદર્શી મહિલા બેરિસ્કાએ રાજનૈતિક ભવિષ્યવાણુઓ સંબધી ભારે ખ્યાતિ પ્રાપ્ત કરી છે. સંસારના મોટા રાજનીતિ પતે ગૂંચવાયા હોય એવા પ્રસંગ પર ઘણું કરીને તેમની સલાહ મેળવતા હતા કારણ કે તેમનાં કથને સામાન્ય રીતે સાચાં નીવડતાં હતાં.
એક અંગ્રેજ રાજનેતાઓ બેરિસ્કાને ભારત અને ઈંગ્લેન્ડના સંબંધે વિષે પૂછયું. સ્વતંત્રતા આપવાના સંબંધમાં તે દિવસોમાં ઈંગ્લેન્ડને કોઈ પણ રાજનૈતિક પક્ષ તૈયાર ન હતું. એ વાત પણ પેલા રાજનેતાએ કહી.
બેરિસ્કાએ હસતાં હસતાં કહ્યું—સને ૧૯૪૪ પછી ભારતની સ્વતંત્રતાને દુનિયાની કઈ શક્તિ અટકાવી શકશે નહીં. એટલું જ નહીં, ભારત સંસારમાં શાંતિ સ્થાપનાની નેતાગીરી પણ કરશે.”
શ્રીમતી બેરિસ્કાએ ભારતની આઝાદી ૧૯૪૪ પછી થવાનું ભાખેલું. ભારતના ભાવિનું ચિત્ર તેમણે આ પ્રમાણે આપ્યું છે –
“ભારતની એક સર્વોચ્ચ શક્તિરૂપે ઉન્નતિ થઈ જશે, પરંતુ એને માટે તેને ઘણું કઠોર સંઘર્ષો કરવા પડશે. એ દેશમાં એક દેવદૂત આવશે. તે હજારો નાના નાના લોકોને એકઠા કરીને તેઓમાં એટલી બધી હિંમત ઉત્પન્ન કરી દેશે, કે એ જ નાના નાના લેકે પ્રબળ જણાતા ભૌતિકવાદીઓ સાથે ભિડાઈ જશે અને તેમની માન્યતાઓને મિથ્યા પુરવાર કરી બતાવશે. સખત સંઘર્ષ વચ્ચે જ માનવીય સદ્ગુણેને વિકાસ ચિરસ્થાયી બનશે. એનાં લક્ષણે સન ૨૦૦૦ સુધીમાં સ્પષ્ટ થઈ જશે. ત્યાર પછીને સંસાર પ્રેમ, દયા, કરૂણા, ઈમાનદારી, પરોપકાર અને ભાઈચારાને. સંસાર હશે.”
પરમહંસ રાજનારાયણ શ્રી. પટશાસ્ત્રીએ જાહેર કર્યું છે - નજીકના ભવિષ્યમાં એક ભારે ધાર્મિક ક્રાંતિ થશે અને એનાથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org