________________
ભવિષ્યવાણી
[૩૪?
દિવસમાં એક પ્રચંડ વિચારક્રાંતિ ઊઠવાની છે. તે ૧૯૭૧ સુધી એ દેશમાં અને એનાં ૧૦ વર્ષ પછી આખા વિશ્વમાં એવી રીતે ગૂંજી ઊઠશે કે માનવીના ઊંઘતા અંતઃકરણને જાગવાની ફરજ પડશે. આજે જે શક્તિઓ તરફ લેકેનું ધ્યાન પણ નથી જતું, તે શક્તિઓ ત્યારે જન-જનની શોધ અને અનુભવને વિષય બની જશે. વિજ્ઞાન એક ન વળાંક લેશે, કે જેમાં આધ્યાત્મિક તત્ત્વોની અધિક્તા હશે. આખા વિશ્વને એક સૂત્રમાં બાંધવામાં આધાર આ આધ્યાત્મિક સિદ્ધિઓ અને સામ જ હશે.”
(૫) પ્રો. બેઝ લેટિન સ્પેનના સમાચારપત્ર “સાયન્સ વેસ્ટ-મિનિસ્ટર”માં સન ૧૯૨૬માં એક દિવ્યદર્શી પ્રો. બેઝ લેટિનની ભવિષ્યવાણીઓ છપાઈ - હતી. એમાંથી ઘણીખરી આ લાંબી અવધિમાં સાચી નવડી છે.
એટલે તેમની આગામી ભવિષ્યવાણીઓ સાચી પુરવાર થવાની વાત પર પણ સંસારભરમાં ભરી રાખવામાં આવે છે. તેમણે લખ્યું છે.
મશીન યુગ સંસારમાં વાયુની અશુદ્ધિને એટલી બધી વધારી દેશે કે સન ૧૯૮૧ સુધીમાં પ્રકૃતિનું સંતુલન બગડી જશે. એનાથી આખા સંસારમાં પ્રકૃતિના કેપથી લેકને ભારે કષ્ટ ઉઠાવવા પડશે. અને પ્રલય જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ જશે. ત્યાર પછી પૂર્વમાં નવી સભ્યતાનો ઉદય થશે. ભારતને કિસાન આગળ વધીને વાયુમંડળને શુદ્ધ કરશે, અને સંસારમાં વ્યાપેલા કલહ અને અનાચારને શાંત કરવામાં પણ તેને જ પ્રભાવ અસરકારક નીવડશે. સન ૧૯૩૦થી સન ૨૦૦૦ સુધીને સમય વિશ્વ પરિવર્તનને કાર્યકાળ છે. આ સમય દરમિયાન એક એવી શક્તિ પ્રગટ થશે કે જેના પ્રભાવથી ત્રણ ચતુર્થાશ નાસ્તિકો આસ્તિક બની જશે. નવા યુગમાં લેકે ભાઈ-ભાઈની માફક પ્રેમપૂર્વક રહેશે. દેશ, ધર્મ અને જાતિની સીમાઓ તૂટીને વિશ્વવ્યાપી ઉત્પન્ન થશે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org