________________
ભવિષ્યવાણી
[૩૩૭
ફ્રાન્સના સુવિખ્યાત આત્મવેત્તા નાસ્ટ્રાડમે ૧૫મી સદીથી ૨૦મી સદ્દી સુધીની લગભગ ૧૦૦૦ આગાહી કરી છે તેમની આગાહીઓ પાછલાં ૫૦૦ વર્ષોથી આખા સંસારને પ્રભાવિત કરતી રહી છે. નેાસ્ટ્રાડમના જન્મ ફ્રાન્સના સેંટ રેમી નામના સ્થાનમાં ૧૩ ડિસેમ્બર, ૧૫૦૩માં થયા હતા. તે એ યુગના શ્રેષ્ઠ જ્યાતિષી અને અતીન્દ્રિય
દ્રષ્ટા મનાવા લાગ્યા.
તેમણે ભવિષ્યવાણી કરી હતી કે ૨૦મી સદીમાં જમનીમાં એક એવા સરમુખત્યાર અસ્તિત્વમાં આવશે, કે જે આખા યુરોપમાં પ્રલયકારી તાંડવ–દૃશ્ય ઉપસ્થિત કરી દેશે. તેનુ નામ વ્હિટલર.” હશે. અને ખરેખર ફક્ત એક અક્ષરના તફાવતથી હિટલર” આજ રૂપે જ નમાં અસ્તિત્વમાં આવ્યો. એ જ પ્રકારની તેમની બીજી આગાહી કાસી`કા (ફ્રાન્સ)માં જન્મ લેનાર એક વીર સિપાહીની હતી કે જેના સંબંધમાં તેમણે કહ્યું હતું. આ વ્યક્તિ એક અજોડ ઐતિહાસિક પુરુષ થશે. તેની વીરતા આગળ અંગ્રેજો કંપી જશે. પરંતુ એક દિવસ તે ગિરફતાર થઈ જશે અને તેની પડતી થઈ જશે.” તેનું નામ શ્રી. નેાસ્ટ્રાડમે “નેપેલિયન' જ જણાવ્યું હતું અને ખરેખર નેપોલિયન ખાનાપાર્ટ નાસ્ટ્રાડમે આગાહી કરી હતી એવા જ થયા. તેમની ભવિષ્યવાણીઓના વિસ્તારપૂર્વક ઉલ્લેખ “માઈકેલ ડી. નાસ્ટ્ર!ડમની સદીએ અને સાચી ભવિષ્યવાણીઓ” (સેન્ચુરીઝ એન્ડ ટુ પ્રેાફેસીજ એફ ધી માઇકેલ ડી નેસ્ટ્રાડમ) પુસ્તકમાં મળે છે. શ્રી ન્યુસ રિવ્યુ” નામનું માસિક વખતે વખત આ ભવિષ્યવાણીઓને છાપે છે અને એમની સત્યતાનું પ્રતિપાદન કરતું રહે છે.
૨૦મી સદીને સૌથી વધારે ઉલ્લેખ કરનાર આ મહાન ભવિષ્યદ્રષ્ટાએ લખ્યું છે–૨૦મી સદીના ઉત્તરામાં વિજ્ઞાનના વિકાસ
એટલે બધા થશે કે દુનિયા નાસ્તિક થઇ જશે. સામાજીક આચારવિચારો ભૂંસાઇ જશે. ચારિત્ર્ય નામની કોઇ વસ્તુ રહેશે નહીં. ફેશનની ધૂમ મચશે. આ પરિસ્થિતિમાં પોતાની રીતે અનાખી
વિ. ૪. ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org