________________
ભવિષ્યવાણી
[૩૩૫
લાગે છે. ત્યાંથી પ્રકાશનાં કિરણે વરસાદના જળની માફક ફેલાય છે. અને આખી પૃથ્વીમડળને આચ્છાદિત કરી લે છે. બસ આટલે આવીને સ્વપ્નને અંત આવી જાય છે.”
(૩) છે. સી ઈંગલેન્ડના વતની પ્રે. સીરો, જેમને પશ્ચિમની દુનિયામાં જ્યોતિષના જાદુગર કહેવામાં આવતા હતા, તેમની ભવિષ્યવાણુઓએ લેકેને ઘણીવાર એંકાવ્યા રે! વ્યક્તિઓ, સંપ્રદાયે તથા રાષ્ટ્રના સંબંધમાં તેમણે એવી એવી વાતે જાહેર કરી હતી કે જે એકદમ અસંગત લાગતી હતી, પરંતુ ભવિષ્યનાં ઘટનાચક્ર તેમણે સાચાં પુરવાર કરી દીધાં. તેમણે દક્ષિણ આફ્રિકાની લડાઈના, મહાન વિકટોરિયાના મૃત્યુના તથા એડવર્ડ સાતમાના મૃત્યુના બરાબર માસ અને દિવસ જાહેર કરીને લોકોને કુતૂહલના અંતિમ બિંદુ સુધી પહોંચાડી દીધા હતા. ઈટાલીના શાસક હર્બર્ટનું ખૂન, રશિયાના ઝારનું પતન અને તેના પરિવારના દરેક સભ્યની કતલ થવી, જર્મનીના પહેલા યુદ્ધને બરાબર સમય વગેરે બાબતે તેમણે વર્ષો પહેલાં જણાવી દીધી હતી. તે સમયે ભલે કેને શંકાઓ થઈ પરંતુ જ્યારે એ ઘટનાઓ હકીકત બનીને સામે આવી, ત્યાં છે. સીરાની અતીન્દ્રિય ક્ષમતાઓથી તેમને હાર માનવી પડી. લેર્ડ કિચનર અંગેની તેમની ભવિષ્યવાણીને પણ ઘણું મહત્વ આપવામાં આવ્યું. સન. ૧૮૮૭માં જ્યારે કિચનર લશ્કરમાં એદ સાધારણ કર્નલ હતા ત્યારે છે. સીએ તેમને જણાવ્યું હતું: આપ પર સન ૧૯૪૧ માં એક મહાયુદ્ધની જવાબદારી આવી પડશે. એ દરમ્યાન આપનું મૃત્યુ ૬૬ વર્ષની ઉંમરે યુદ્ધના મેદાનમાં નહી પરંતુ સમુદ્રની કઈ દુર્ઘટનામાં થશે.” આ ભવિષ્યવાણી સોએ સે ટકા સાચી નીકળી. લોર્ડ કિચનર જ્યારે યુગ–મંત્રણ માટે અમેરિકા જઈ રહ્યા હતા ત્યારે જર્મનની એક સબમરીને તેમને સમુદ્રમાં ડુબાડી દીધા. સીરાએ ઈઝરાયેલ, આરબ રાષ્ટ્રો તથા ભારતના સંબંધમાં પણ મહત્ત્વપૂર્ણ ઘેષણ કરી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org