________________
ભવિષ્યવાણી
[૩૩૧ જુલેવને તરત જ જવાબ આપે કેઈને નહીં, કારણ કે યુદ્ધ થશે જ નહીં, રશિયા પીછેહઠ કરશે.”
એ સમયે તે આ વાત કોઈએ માની નહીં પરંતુ થોડા જ કલાક પછી જ્યારે આકાશવાણીએ જાહેરાત કરી, “રશિયા પાછું હઠી ગયું, યુદ્ધની શક્યતાઓ ખલાસ થઈ ગઈ.” ત્યારે લોકે જુલેવર્નની ભવિષ્યવાણી પર આશ્ચર્યચકિત થઈ ગયા.
ડે. જુલેવર્ન જાણીતા ફ્રેન્ચ લેખક છે, પરંતુ તેમની સૌથી વધારે ખ્યાતિ એક ભવિષ્યવક્તા રૂપે થઈ, આંતરરાષ્ટ્રીય જગતમાં તેમને ભવિષ્યવેત્તા રૂપે જેની ડિકસન, પ્રે. હરાર, સીરે એન્ડરસન અને ચાર્લ્સ કલાક કરતાં ઓછું મહત્વ આપવામાં નથી આવતું. તેમના કેટલાક પૂર્વાભાસ એટલા સાચા નીવડ્યા કે જાણે કે એ ઘટનાઓ તેમણે જ રચી ન હોય! જાપાન, મંચુરિયા અને ઈટાલી આબેનિયા અને ઈથિયેપિયા પર કબજો જમાવશે એવી તેમની. આગાહીને કેઈએ માની ન હતી. પરંતુ સન ૧૯૩૯ થી ૧૯૪ર. સુધીમાં આ બધી ઘટનાઓ સાચી નીવડી ચૂકી. હિટલરની સેનાએ ડેનમાર્ક, બેલ્જિયમ, લકસેમ્બર્ગ જીતી ચૂકી હતી ત્યારે કેઈએ તેમને પૂછ્યું “શું હિટલરની વિરુદ્ધ કાંસને પણ પરાજય થશે?” ત્યારે શ્રી. વને જણાવ્યું કે સન ૧૯૪૦ના જૂનની ૨૦ મી તારીખે કાંસ હાર કબૂલ કરી લેશે. ૨૦ મીએ તે નહી પરંતુ તારીખ ૨૨ મીએ ફ્રેન્ચાએ આત્મસમર્પણ કરી દીધું હતું.
ચીન અણુબોમ્બ બનાવી લેશે, મધ્યપૂર્વમાં આગ ભભૂકશે અને આરબેને ઘણે પ્રદેશ ઇઝરાયલ પાસે જ રહેશે એ કથને પણ અક્ષરશઃ સત્ય નીવડતાં લોકોએ જોયાં. ભવિષ્યવાણીઓના પ્રભાવને લીધે જ એક સમયે કાંસ અને યુરોપના મોટા ભાગના નેતાએ ગ્રહ-નક્ષત્રોનું પૂરું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જ કેઈ જોખમવાળું કામ કરતા હતા. ભારતના વાઈસરોય લેડ માઉન્ટબેટન સુદ્ધાંએ માન્યું હતું કે “કેઈ અદશ્ય સત્તા સંસારમાં વિચારપૂર્વક કામ કરી રહી છે. તેની જનાઓને મનુષ્ય સમજી શકતા નથી પરંતુ જેમની પાસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org