________________
જેની ડિકશન
[૩૨૫ આ પછી ૧૯૪૬ના ઓકટોબરમાં વેલિંગ્ટન ખાતેના ચાઈ. નીઝ એલચીખાતામાં ચીની એલચી શિંગ્ટન કુએ આપેલા ખાણના મેવાડામાં પણ “સામ્યવાદી ચીન” અંગે જેનીએ કેટલીક આગાહીઓ કરેલી. આ પ્રસંગે બધા સેવિયેટ રશિયાના ઊભા થયેલા ભય અંગે ચર્ચા કરી રહ્યા હતા, પણ જેની વચ્ચે બેલતાં કહ્યું, “મને તે એવું દેખાઈ રહ્યું છે કે અમેરિકા ભવિષ્યમાં લાલ રશિયા સામે નહિ પણ લાલ ચીન સામે લડશે.” આ પ્રસંગે અમેરિકાના એ મુત્સદ્દીની પત્નીએ આશ્ચર્ય પામી પ્રશ્ન પૂછ્યો, “આમ કેમ બને? હજી તે ચીન તે સામ્યવાદી પણ નથી. અને ચીન જેવો પ્રાચીન સંસ્કૃતિ ધરાવતે દેશ સામ્યવાદી જેવી એક પરદેશી વિચારણાને કેમ ન અપનાવે ?”
પણ જેનીએ ભારપૂર્વક કહ્યું, “ચીન સામ્યવાદી બનશે જ.'
૧૯૪૯ના સપ્ટેમ્બરમાં સામ્યવાદી પેકિંગમાં ચીનને પ્રજાસત્તાક રાજ્ય જાહેર કરવામાં આવ્યું. અને ડિસેમ્બરમાં ચાંગ-કાઈશેકે પિતાના લશ્કર સાથે ફેર્મોસામાં આશ્રય લીધે. હિંદ પાકિસ્તાનના ભાગલા :
૧૯૪૫માં જેનીએ એક વિચિત્ર આગાહી કરેલી. જેનીએ ઘણું દેશના રાજદૂત સાથે સંબંધ બાંધેલા અને એ ઘણું ભજન સમારંભેમાં હાજરી પણ આપતી. એકવાર હિંદના એજન્ટ જનરલ સર ગિરજાશંકર બાજપાયીએ ભેજનસમારંભ જેલે. આ સમારંભમાં લશ્કરી એટેચી કર્નલ નવાબજાદા શેરઅલીએ જેનીને પિતાનું ભવિષ્ય ભાખવા કહ્યું. એણે આ પ્રસંગે બે વર્ષમાં હિન્દના ભાગલા પડશે એમ જાહેર કર્યું.
કર્નલે આઘાત અનુભવતાં કહ્યું, “ના, ના. હિંદના ભાગલા કદી ન પડે.” આ પ્રસંગે જ ફરીથી એણે કહ્યું, ૧૯૪૭ના જૂનની બીજીએ આ અંગેની જાહેરાત થશે. તમે બીજા પક્ષમાં જોડાવા ભારત છોડશે અને એ પછી ઝડપથી તમારે ઉત્કર્ષ થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org