________________
૩૨૪]
જેનીએ કહ્યું, એ મહિના.’ ઘણા ઘેાડી સમય છે ?' રૂઝવેલ્ટે માથું ધુણાવી કહ્યું.
હા, જેનીએ અચકાતાં સંમતિ આપી.
વિજ્ઞાન અને ધર્મ
આ પછી રૂઝવેલ્ટે પોતાના જમણેા હાથ આગળ ધર્યાં ને પૂછ્યું, મારે થોડા જ સમયમાં કેટલાક મહત્ત્વન નિર્ણા લેવાના છે. એ સખધમાં તમારે શે અભિપ્રાય છે ?”
જેનીએ કહ્યું, ‘મારા અભિપ્રાયને આમાં સવાલ નથી. મને જે દેખાય છે, એ જ મારે કહેવાનું છે.'
જેનીએ રૂઝવેલ્ટની આંગળીએનાં ટેરવાંને સ્પર્શી કર્યાં અને પછી આંખેા બધ કરી ધ્યાન ધ્યુ.
રૂઝવેલ્ટે પૂછ્યું, ‘ભવિષ્યમાં રશિયા આપણા મિત્ર-દેશ બની રહે એવી તમને ચાક્કસ ખાતરી છે?'
જેનીએ પાતાની અગાઉની આગાહી કરીથી ભાર પૂર્વક જણાવતાં કહ્યું, ‘આખરમાં સામ્યવાદી ચીનની સામે થવા આપણે રશિયા સાથે જોડાણ કરીશું જ, પણ એ વાત એકાદ પેઢી પછી જ સિદ્ધ થશે.’ તે પછી રશિયા અંગેની મારી ધારણા ખોટી નથી ? અત્યારે જે કાંઈ બની રહ્યું છે અને કહેવાઈ રહ્યું છે એમ છતાં પણ રશિયા આપણી સાથે તે આપણે રશિયા સાથે રહીશું ?' રૂઝવેલ્ટે પૂછ્યું..
હા, અંતે તે આપણે અને રશિયા મિત્ર બની રહીશું. પણ એ સમયે આપણી સરકારમાં ખૂબ જ પરિવર્તન આવી ગયું હશે અને આજની જેમ એ પક્ષાની શાસનપદ્ધતિ કાયમને માટે ન પણ હાય.’
જેનીએ આ પ્રસંગે ભવિષ્યમાં રંગભેદના પ્રશ્ન ખૂબ ઉગ્ર બનવાની અને એ અંગે ખૂનરેજી થવાની આગાહી પણ કરેલી.
આ પછી એપ્રિલમાં જેનીની આગાહી મુજબ છે. રૂઝવેલ્ટનું અવસાન થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org