________________
૩૨૬]
વિજ્ઞાન અને ધર્મ
અને ખરેખર જેનીની આ આગાહી સાચી પડી. ભાગલા પણ પડ્યા અને કનલ પાકિસ્તાનને સેનાપતિ બન્યું. અને પાછળથી યુગોસ્લાવિયા ખાતેને પાકિસ્તાની એલચી પણ બન્યા. ગાંધીજીની હત્યા થશે!
૧૯૪૭ના ઉનાળાની સાંજે જેનીને પતિ એક મિત્ર સાથે. વાતચીત કરી રહ્યો હતો. એવામાં ચર્ચા દરમિયાન ન્યુ દિલ્હી એ શબ્દ જેનીએ સાંભળે અને એણે કહ્યું, “મહાત્મા ગાંધીજીનું ખૂન થશે.” બંને જણ એની સામે તાકીને જોઈ રહ્યા. જેનીએ ભારપૂર્વક કહ્યું, હા, હું સાચું કહું છું. તમે બંને વાત કરતા હતા એ દરમિયાન જ મને ગાંધીનાં દર્શન થયાં. મેં એમને બંને હાથ ઊંચા કરીને લોકોને સહિષ્ણુ બનાવવાને ઉપદેશ આપતા જોયા. છ મહિનામાં એમનું ખૂન થશે.
અને ખરેખર છ મહિનાની અંદર જ તા. ૩૦મી જાન્યુઆરી '૪૮ના રોજ મહાત્મા ગાંધીજીનું ખૂન થયું.
છે. ટ્રમેન ફરીથી પ્રેસિડેન્ટ પદે ચૂંટાશે એવી આગાહી જેનીએ ઘણા મહિના પહેલાં કરેલી અને તે સાચી પડેલી.
ત્રણ વર્ષ અગાઉથી જેનીએ વિસ્ટન ચર્ચિલને પણ ચૂંટણીમાં પરાજય પામી વડાપ્રધાનના હોદ્દો છેડ પડશે એવી આગાહી કરી હતી. ૧૯૪૯ની શરૂઆતમાં ચર્ચિલે શિંગ્ટનની મુલાકાત લીધેલી. ચર્ચિલના મનમાં લેડ હેલિફેકસે જેલા ભેજન સમારંભમાં જેનીને પણ આમંત્રણ અપાયેલું. જો કે જેની બ્રિટનની રાજકીય પરિસ્થિતિ સંબંધમાં કંઈ જાણતી ન હતી છતાં જ્યારે એણે ચર્ચિલને મેઢામોઢ જ કહ્યું કે, “મિ. પ્રાઈમ મિનિસ્ટર ! ચૂંટણી વહેલી ન કરશો, નહિતર તમે હારી જશે.”
રાજકારણને અઠંગ અભ્યાસી ચર્ચિલ આ યુવાન બાઈ સામે જોઈ રહ્યો અને એક પળ રહી ઘૂરક્યો, ઈલેડ મને કદી પરાજય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org