________________
૩૨૦]
વિજ્ઞાન અને ધર્મ
યુવાન આદમી પર આફત ઊતરશે.” જેનીના અંતરમાંથી આ વખતે અવાજ નીકળે કે એ યુવાન પેમેક્રેટ' હશે. ૧૯૬૦માં પ્રમુખ તરીકે ચૂંટાશે અને હેદ્દા પર હશે એ દરમિયાન જ એનું ખૂન થશે. ચાર વર્ષ બાદ ૧૯૫૬માં જેનીએ પિતાની આ આગાહીની જાહેરાત છાપાની કટારમાં કરેલી. પત્રકારની મુલાકાત દરમિયાન જેનીએ સ્પષ્ટ કહેલું, “૧૯૬૦માં ચૂંટાનાર આસમાની આંખો ધરાવતા પ્રમુખનું ખૂન થશે.”
૧૫૬ના મની 13 તારીખના “પરેડ સામયિકમાં જેની ડિકસનની આ આગાહી પ્રગટ થયેલી ૧૯૩ના ઉનાળામાં જ્યારે પ્રે. કેનેડીના પુત્ર પેટ્રિક કેનેડીનું જન્મ બાદ થોડા સમયમાં અવસાન. થયું ત્યારે જેનીને પૂછવામાં આવેલું કે “હાઈટ હાઉસ” પર પિલા શ્યામ વાદળ અંગેના અમંગળને ખુલાસે આ બાળકના અવસાનમાંથી તે મળી રહેતું નથીને ?”
જેનીએ આ પ્રશ્નનો ઉત્તર આપતાં ભારપૂર્વક જણાવ્યું કે, “ના બિલકુલ નહિ. હું આજે પણ એક મેટી કફનપેટી વ્હાઈટ હાઉસમાં લઈ જવાતી જઈ રહી છું. પ્રમુખનું બીજા કોઈ સ્થળે અવસાન થશે અને એમનું શબ રાષ્ટ્ર-શોક માટે વ્હાઈટ હાઉસમાં લાવવામાં આવશે.” - ૧૯૬૩ના ઓક્ટોબરમાં પણ જેનીએ જાહેરાત કરેલી, “મને દર્શન' થયું છે. ઉપપ્રમુખની કચેરીના દ્વાર પરનું લિન્ડન જહોન– સનના નામનું પાટિયું બે કાળા હાથે દૂર કરી રહ્યા હોય એમ હું જોઈ રહી .”
આ પછીના થેડા અઠવાડિયા દરમ્યાન જેનીએ ખૂબ જ બેચેની અનુભવીને આ વાત ઘણું નામાંકિત માણસને કહેલી કે પ્રમુખનું થોડા જ સમયમાં ખૂન થનાર છે. પ્રે, કેનેડીનાં બહેનને પણ જેનીએ આ વાત કરેલી.
અને તા. ૨૨મી નવેમ્બરે તે અમેરિકન નૌકા બેન્ડના નિવૃત્ત આગેવાન ચાર્લ્સ બેટરને તે જેનીએ તદ્દન સ્પષ્ટ શબ્દોમાં કહેલું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org