________________
જેની ડિકશન
[૩૧૯
સ્પકનિક અવકાશમાં મૂકશે એવી જેની ડિકસને અગાઉથી કરેલી આગાહી સો ટકા સાચી ઠરી છે. કેનેડાના ખૂનની આગાહી ?
૧૯૬૦ના નવેમ્બરના એક દિવસે ન્યુયોર્કની એક હોટલમાં જેની ડિકસન બે આગેવાન મહિલાઓ સાથે ખાણું લઈ રહી હતી. દરમિયાન વાતચીત કરતાં અચાનક એ શાંત થઈ ગઈ. સાથે ખાણું લઈ રહેલી મહિલાએ ચિંતાપૂર્વક પૂછતાં ધ્યાન ધરતી હોય એ રીતે જેનીએ આંખ બંધ કરીને કહ્યું, ‘હું ખૂબ ઉશકેરાટ અનુભવી રહી છું. મારા ગળે ખાવાનું નહિ ઊતરે. આજે પ્રમુખ (કેનેડી) પર કેઈક ભયાનક બાબત ગુજરનાર છે.”
આ પહેલાં ત્રણ દિવસ અગાઉ પ્રમુખ કેનેડીનું કાંઈક અનિષ્ટ થનાર છે એવી આગાહી જેનીએ કરેલી.
જેની અને સાથેની બે મહિલાઓ હજુ હોટલમાં જ હતાં અને ખબર આવી કે પ્રમુખ પર કેઈકે ગોળી છેડી છે.”
જેનીએ આ ખબર સાંભળી તરત જ કહ્યું-ળી છેડી છે એટલું જ નહિ પણ પ્રમુખનું અવસાન થઈ ચૂકયું છે.” મેં પ્રમુખને ચેતવણી મેકલવાનો પ્રયાસ કર્યો હતો, પણ મારું કોણ સાંભળે?
જેની ડિકસને ત્રણ મહિના અગાઉ છે. કેનેડીનું ખૂન થશે એવી આગાહી કરેલી અને પ્રમુખને દક્ષિણને પ્રવાસ નહિ કરવાની ચેતવણી આપવા માટે પણ પ્રયાસ કરેલ. જેનીના જણાવ્યા મુજબ “ઘણું લાંબા સમયથી હું વ્હાઈટ હાઉસ (પ્રમુખના નિવાસસ્થાન) પર એક શ્યામ વાદળ જોઈ રહી હતી. આ વાદળ મોટું થતું જતું હતું અને પછી નીચે ઊતરતું જતું હતું. આને અર્થ એટલે જ થતું હતું કે પ્રમુખનું ખૂન થશે.”
છેક ૧૫રમાં એટલે કે ૧૧ વર્ષ પહેલાં જેની ડિકસને સૌ પ્રથમ ‘હાઈટ હાઉસ પર શ્યામ વાદળનું દર્શન કર્યું હતું.
એક ઊંચા, આસમાની આંખો અને જાડા ભૂખરા વાળ ધરાવતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org