________________
વિભ ગજ્ઞાન અને પિટર હરકાશ
[૩૧૫
હા, એટલું તે એ અચૂકપણે અનુભવી રહ્યો હતા કે પ્રત્યક્ષ દેખાતી તેમ જ સંભળાતી વસ્તુઓથી પણ પર એવી દૂર સુદૂરની, ઉપરની, ઊંડાણની – હરકોઈ વસ્તુ પોતે નિહાળી શકે છે, તેમજ સાંભળી શકે છે. પેાતાનું મગજ ‘એકસ-રે' યંત્રની માફક જ કાર્ય કરી રહ્યું છે તેમજ પોતાની કાયાના તમામ અવયવા ‘રડાર' અની
ગયા છે!
હવે તે એના દ્વારા કરવામાં આવેલાં રેગનાં નિદાને નિહાળી ભલભલા ડોક્ટરે પણ મેાંમાં આંગળાં ઘાલે છે. તદુપરાંત, એની મારફત ઉકેલાતા વિવિધ અપરાધાના કોયડાએ યુરોપભરની પેાલીસ માટે અતિ કીમતી સાબિત થઈ રહ્યા છે. વળી યંત્રનું તે એને નામનું ય જ્ઞાન ન હોવા છતાં જટિલમાં જટિલ યત્રાવાળા કારખાનામાં જઈ યંત્ર તેમ જ યંત્ર-નિષ્ણાતના દોષ એવા તેા જાણી તથા દર્શાવી શકે છે કે જાણે એ કામને તે સર્વોપરિ નિષ્ણાત કેમ ન હોય ? એની આ દક્ષતાના ગુણગ્રાહકોમાંના એક છે, દુનિયાના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ મિ. ફિલિપ્સ, કે જેએ રેડિયા, ટેલિવિઝન, ઇલેક્ટ્રોનિક્સ તેમજ વીજળીવિષયક વસ્તુએના ભારે મોટા ઉત્પાદક છે. પેાતાની ધંધાદારી અને યાંત્રિક આંટીએ અને મુશ્કેલીઓના ઉકેલ માટે તે હરસને દર વરસે માટી ફી આપે છે!
હરકાસની અદ્ભુત શક્તિની એક રોચક ઘટના આ રહી :-- બ્રિટનનાં રાજા-રાણીએ સદીએથી જેના પર બેસીને તાજ ધારણ કરતાં આવ્યાં છે, તે ‘સ્કોન”ના પ્રસિદ્ધ પથ્થર (સ્ટોન એફ સ્કીન) ૧૯૫૧માં ચારાયા હતા. દુનિયાભરમાં પ્રસિદ્ધ પામેલ બ્રિટનના જાસૂસીખાતા-સ્કોટલેંડ યાડૅ આ પથ્થર શેાધી કાઢવા માટે આકાશપાતાળ એક કરેલાં, તે છતાં એને પોતાના પ્રયાસમાં સફળતા નહાતી મળી. અનેક પ્રયત્ના કરવા છતાં ન મળ્યું પથ્થર કે હાથ ન લાગ્યા ચાર ! છેવટે સ્કોટલેન્ડ યાર્ડના અધિકારીઓને હરકેસનું શરણું શેાધવું પડ્યું. ખાસ વિમાન મોકલી હરકેાસને લંડન તેડાવ્યે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org