________________
૩૧૨]
વિજ્ઞાન અને ધર્મ
વર્ષ વીત્યા પછી પણ એ જેમની તેમ છે, એટલે હવે મને એવી ચિંતા નથી થતી.
દુનિયાભરના દેશમાંથી દર મહિને મને લગભગ બારસો જેટલા પત્રે મળે છે, જેમાં લેકે મારી પાસેથી કેઈ ને કોઈ પ્રકારની મદદ ઈચ્છતા હોય છે. એ પત્રમાં એક વાર મને ડૉકટર એન્દ્રજા પુહારિચને પત્ર મળે. તેમણે લખેલું કે તેઓ પોતાની પ્રયોગશાળામાં મારી પર પ્રયોગ કરીને મારી આ શક્તિનું રહસ્ય જાણવા ઈચ્છે છે.
એમને પત્ર વાંચીને મેં એ લખાણ પર આંગળીઓ ફેરવી. તરત જ મારા મનમાં એમનું ચિત્ર ઊપસી આવ્યું. એકવડું શરીર અને ચમકતી આંખે. એ મને મિલનસાર માયાળુ માણસ લાગ્યા. મને એમ પણ લાગ્યું કે અમેરિકામાં એમની સાથે હું જે છ મહિના ગાળીશ તે એ ઘણું મઝાના વીતશે. આ પછી એમના લખાણ પર આંગળીઓ ફેરવીને મેં એમનું ઘર જેવાની ઈચ્છા કરી તે ઘર પણ સાકાર બની ગયું. મેં કાગળ પર એને નકશે દર્યો.
આ પછી ત્રણ અઠવાડિયે હું મારી પત્ની સાથે અમેરિકા જવા રવાના થયે. બંદર પર ડેકટર પુહારિચ મને લેવા આવ્યા હતા. જોતાંવેંત હું એમને ઓળખી ગયે.
બીજે દિવસે હું એમની સાથે પ્રગશાળામાં પહોંચે તે ત્યાંનું દશ્ય જોઈ મને જરા ગભરામણ થઈ આવી. ત્યાં વિચિત્ર પ્રકારને કેટલે ય સામાન પડ્યો હતો, જેને મારા પર તેઓ પ્રગ
કરવાના હતા.
ઘણ દિવસ સુધી આ પ્રયોગ ચાલ્યા. પ્રગશાળામાં એક કાચની કેબિન હતી, જેમાં જાતજાતના વીજળીના તાર લગાવેલા હતા. મારે એમાં લાંબા સમય સુધી બેસવું પડતું. જોકે એમાં અડધે કલાક બેસતાં જ મને મૂંઝવણ થવા લાગતી, ક્યારેક તે એમ થતું કે આ કૅબિનમાં હું હંમેશ માટે કેદ થઈ જઈશ અને એમાં જ મારે જીવ નીકળી જશે. ખેર, ડેકટર મને હિંમત આપતા રહ્યા.
જેમ તેમ કરીને છેવટે છ મહિના પૂરા થયા. ડોક્ટરે કેટલાંક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org