________________
કે
,
વિર્ભાગજ્ઞાન અને પિટર હરેશ
| [૩૦૯ આંગળીઓનાં નિશાન પણ હતાં. પુરા મળી ગયે. એને ખ્ય સજા થઈ.
આવી જાતના બીજા ગૂંચવણભર્યા ને પિલીસને મૂંઝવતા કેસમાં પણ મેં મદદ કરી.
આજે સાત ભાષાઓ બેલી શકું છું. પહેલાં મને માત્ર ત્રણ ભાષાઓ જ આવડતી હતી, આથી બીજા દેશેના લેકે મારી પાસે આવતા ત્યારે મારી પત્ની દુભાષિયણ તરીકે કામ કરતી હતી. તે એ ત્રણે ભાષાઓ ઉપરાંત બીજી પણ ચાર-પાંચ ભાષા જાણે છે. સાત ભાષાએ શીખ્યા પછી હું યુરેપના પ્રવાસે નીકળે. ત્યાં મેં પ્રદર્શન કર્યા. વ્યક્તિગત રીતે લેકના જીવન એમની સામે પ્રગટ કર્યા અને એ દેશોની પોલીસને સહાય કરી.
એકવાર મેં પેરિસ કલબમાં પ્રદર્શન કર્યું. પ્રેક્ષકોમાંથી એક માણસે મને ચિઠ્ઠી મોકલાવી કે તે મને મળવા માગે છે. બીજા દિવસે મળવાનું નક્કી થયું. ઠરાવેલા સમયે તે આવ્યું. મને લાગ્યું કે તે અતિશય શ્રીમંત માણસ છે, પણ એટલે સંસ્કારી નથી.
આવતાં વેંત તેણે ફ્રેન્ચ ભાષામાં કહ્યું, “મને લાગે છે કે તમે એક મૂરખ માણસ છે.”
હું ફ્રેન્ચ નહોતે જાણતે. મારી પત્નીએ એને વાક્યને અનુવાદ કર્યો.
આ સાંભળીને હેરાન થઈ ગયે. એ માણસે ફરી કહ્યું, “તમારા જેટલી શક્તિ મારામાં હેત તે કમાવા માટે હું આટલી મહેનત ન કરત, કોઈક સહેલે માર્ગ શોધી કાઢત.”
“કે માગ ? મેં પૂછ્યું.
એક પ્રદર્શનમાં તમને કેટલા પૈસા મળે છે? તેણે મને પૂછયું.
“પહેલાં તમે જે કામ માટે આવ્યા છે, તેની વાત કરે. તમે “તમારા જીવન વિષે કંઈક જાણવા ઈચ્છો છો ને? હા. તે તમારી ઘડિયાળ આપ.” મેં સાફ વાત કરી.
એની ઘડિયાળ હાથમાં લઈને મેં બતાવ્યું કે તે વહાણેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org