________________
૩૦૪]
વિજ્ઞાન અને ધર્મ ચેડા જ દિવસમાં મારી આ અલૌકિક શક્તિ વિષે ચર્ચા થવા લાગી. ડોકટરે મારી પરીક્ષા કરવા લાગ્યા. લગભગ ચારેક મહિના હું ઇસ્પિતાલમાં રહ્યો. ઈસ્પિતાલના કેટલા દિવસ સુધી એ લેકેએ મારી તપાસ કર્યા કરી, જેથી મારા રહસ્યનું કેઈક સૂત્ર હાથ લાગી શકે.
છેવટે ઈસ્પિતાલમાંથી છૂટ્યો. એક નવું જીવન પામે. હું જે માણસને જેઉં, એનું જીવન મારી સામે ઉઘાડું થઈ જતું. એના જીવનમાં આવેલાં એવાં સ્થાને અને માણસે મને દેખાવા માંડતાં, જેમને મારા પિતાના જીવનમાં તે મેં કદી નહેતાં જોયાં. લેકેના અંગત જીવનમાં આમ નજર નાખવામાં મને ભય લાગતું હતું, પણ એ મારા હાથની વાત ન હતી. મને હૃદયમાં બહુ બેચેની થવા માંડી. જાણે હું કોઈ નવી જ દુનિયામાં વસતે હેઉં? ઘડીભર તે એમ લાગ્યું કે આ અદ્દભુત વરદાન મારે માટે અભિશાપ બની રહ્યું છે.
ઈસ્પિતાલમાંથી હું ઘરે આવ્યું. મારા ઘરના લેકેને મારી તરફને વ્યવહાર બદલાઈ ગયું હતું. તેઓ મારા પર છાનાંમાનાં વિચિત્ર દષ્ટિ નાખી લેતાં. આમ તે તેઓ કશું બોલતાં નહિ પણ તેમના મનમાં શું છે તેની મને ખબર હતી. હું કલાક સુધી એક જગ્યાએ બેસી રહે, અને મારી સામે આવતા લોકોની જિંદગી પરથી પડદાને ઊંચકીને નિહાળી રહે. શું ખાઉં છું? ક્યારે સૂઈ જાઉં છું? કશાનું ભાન મને રહેતું નહીં. ઘણી વાર આખી રાત હું મારા ખંડમાં આંટા માર્યા કરતે.
એક દિવસ મારી માએ ગુસ્સે થઈને કહ્યું કે, મારે ઘરમાં રહેવું હોય તો સારી રીતે રહેવું જોઈએ, નહિ તે પછી ઘર છોડી જતા રહેવું જોઈએ.” એટલે એક દિવસ હું–પિટર હરસ–વહેલી પરોઢે ઘર છોડી ચાલી નીકળ્યો.
પિટર હરકેસ મારું અસલ નામ નથી. ભૂગર્ભ આંદોલનમાં ભાગ લેતી વખતે મેં મારા કુટુંબની સલામતી માટે એ નામ રાખ્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org