________________
વિર્ભાગજ્ઞાન અને પીટર હરકેશ
[૩૦૩
“તમે કેમ કરીને જાણ્યું ?” એણે મૂંઝાઈને કહ્યું, “હું હમણાં જ એસ્ટમથી આવી છું, અને ગાડીમાં મારા મિત્રની સૂટકેશ ભૂલી આવી છું. પણ તમને આ વાતની કેમ કરતાં ખબર પડી ?”
કઈ જવાબ ન દઈ શક્યો. નસ ત્યાંથી ચાલી ગઈ. થોડી વાર પછી તે પાછી આવી ત્યારે તેની સાથે એક માનસરોગ તબીબ હતા. તે મારી પરીક્ષા કરવા લાગ્યા.
ત્યાર પછીના દિવસે એક દર્દી મારા ઓરડામાં આવ્યું. ક્યારેક ક્યારેક તે પોતાના ઓરડામાંથી મારા ઓરડામાં ડોકિયું કરતે. એણે મને કહ્યું કે તે ઈસ્પિતાલમાંથી છૂટો થઈ હવે ઘેર જવાનું છે. મેં એની સાથે હાથ મિલાવ્યા. અને તરત મને લાગ્યું કે તે બ્રિટિશ એજન્ટ છે અને થોડા દિવસ પછી કાલ્વર સડક ઉપર જમને એને મારી નાંખશે.
એ મારા ખંડમાંથી બહાર ગયે કે તરત મેં નર્સને પૂછ્યું, કેણ હતું એ માણસ
એનું નામ તો.......'
એને રેકે. એ મરાઈ જશે, એ બ્રિટિશ એજન્ટ છે, અને જમનેને એ વાતની ખબર છે. કાલ્વર સડક પર એનું ખૂન કરી નાખશે એને અટકાવે.” મેં કહ્યું.
એ વખતે ડોકટર ત્યાં આવ્યા અને મને શાંત રહેવાનું કહ્યું. એમને એમ કે હું માંદગીમાં નકામે બડબડાટ કરી રહ્યો છું.
બે દિવસ પછી ખરેખર એ માણસને જમને એ કાલ્વર સડક પર મારી નાખે.
આ ઘટના પરથી લેકને એમ શક આવ્યો કે હું જર્મને સાથે મળેલ હઈશ. એટલે તેં મને પેલા માણસની હત્યા થવાની છે એવી ખબર પડી હશે ને? પણ એ કાંઈ સાચું નહોતું. ઘાયલ થઈને ઈસ્પિતાલમાં આવતાં પહેલાં હું પોતે પણ જર્મને વિરુદ્ધના ભૂગર્ભ આંદોલનમાં મારા દેશબાંધવા સાથે ત્રણ વર્ષથી ભાગ લેતે હતે. આમ ભારે વિચિત્ર સ્થિતિમાં હું ફસાઈ પડ્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org