________________
૩૦૨]
વિજ્ઞાન અને ધર્મ
ગુજરાતી માસિકના ૧૯૬૪ના નવેમ્બર માસના અંકમાં આવેલા લેખને કેટલેક જરૂરી ભાગ અહીં મૂકવામાં આવ્યું છે.
હું સવદશી બન્ય અચાનક મારી આંખે ઊઘડી ગઈ. જોયું તે હું ઈસ્પિતાલમાં હતે. એવું શાથી બન્યું હશે? મેં નસને હાંક મારી.
નર્સ આવી ત્યાં મને એકદમ સાંભરી આવ્યું કે હું પડી ગયે હતે ને માથામાં સખ્ત વાગ્યું હતું. હા, એટલે જ હું ઈસ્પિતાલમાં હોઈશ. ત્રીસ ફૂટની ઊંચાઈ પરથી હું નીચે પછડાયું હતું ને ઇસ્પિતાલમાં ત્રણ દિવસ બેભાન રહ્યો હતે. એ જૂન મહિને હતો. સાલ ૧૯૪૩ની હતી. એક રીતે એ દિવસે મારે પુનર્જન્મ થયે હતું એમ કહી શકાય. અચાનક જ ઈશ્વર તરફથી મને એવું વરદાન મળ્યું કે હું આ બદલાયે.
કેટલું વિચિત્ર વરદાન હતું એ ! પહેલાં તે મને કશી સૂઝ ન પડી. પણ પાછળથી ખબર પડી કે મારામાં કોઈક અલ્બ શક્તિએ જન્મ લીધું હતું, જેના વડે હું લેકના ભૂતભવિષ્યના જીવનને જોઈ શકતે હતે.
મારી પડખેના ખાટલા ઉપર એક માણસ સૂતું હતું. એને જ કે એનું જીવન મારી સામે સાકાર થઈ ઊડ્યું. મેં કહ્યું, “તું ખરાબ માણસ છે.” “કેમ?” એણે આશ્ચર્યથી પૂછયું.
એટલા માટે કે તારા પિતાએ મરતી વેળા તને એક સેનાની કડી આપી હતી. પણ તે એ વેચી મારી.” મારી વાત સાંભળીને તે વિરમયથી સ્તબ્ધ થઈ ગયા. મારી વાત સાચી હતી. મને પિતાને પણ નવાઈ ઊપજી કે એની આ વાતની મને શી રીતે ખબર પડી ગઈ હશે? મારી અંદર કેઈ અંતર્ગોને જન્મ લીધું હતું કે શું?
એ વખતે એક નર્સ મારી નાડી જોવા માટે આવી. એનું જીવન પણ મારી સામે ખુલ્લું થઈ ઊભું. મેં કહ્યું, “હું તને ગાડીમાં સફર કરી રહેલી જોઉં છું. તારી પાસે તારા એક મિત્રની સૂટકેશ છે. તને એ ખોવાઈ જવાનો ડર છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org