________________
૨૯૪]
વિજ્ઞાન અને ધર્મ
ટૂંકમાં, કેપરનિકસને મત, પૃથ્વી ફરે છે અને સૂર્ય સ્થિર છે એ ગણિત કરવાની દષ્ટિએ વધુ અનુકૂળ છે. જ્યારે વસ્તુતઃ પૃથ્વી ફરતી નથી, કેમકે ગતિમાત્ર એકબીજાને સાપેક્ષ છે. *
ગમે તેમ હોય, આપણે તો અહીં એટલું જ જણાવવું છે કે પૃથ્વીના ચરત્વની માન્યતા વૈજ્ઞાનિક જગતમાં પણ એકમતી ધરાવતી નથી. એ સતત બદલાતી રહી છે માટે જૈનાગની પૃથ્વીના સ્થિરત્વની માન્યતાને ભ્રમ પૂર્ણ કહીને ફગાવી દેવાનો બાલિશ પ્રયત્ન કરવા કરતાં એ માન્યતાને પૂર્વગ્રહથી મુક્ત બની ખુલ્લા દિલે વિચારવી જોઈએ.
હજી એક વિચાર કરીએ. આ એક વાત નથી પણ એક કિસે છે. બ્રિટનની પાર્લામેન્ટમાં ઉપસ્થિત થયેલે એક પ્રશ્ન છે. એમાં શું સત્ય છે, શું અસત્ય છે એની ચર્ચા કરવા કરતાં “ગુજરાત સમાચાર” નામના દૈનિક પત્રમાં આવેલ આ આ બનાવ અહીં અક્ષરશઃ રજૂ કરીશ. ખોટી વાત, પૃથ્વી ગોળ નથી. સપાટ છે ?
“સંસાર- સબરસ વિભાગ” સંપાદક : જયંત પાઠક
૯-૧૧–૧૯૪૯. તાજેતરમાં લંડનના એક વર્તમાનપત્રમાં જાહેરાત પ્રગટ થઈ હતી કે “પૃથ્વી સપાટ છે એમ જેઓ માનતા હોય તેઓ અમુક ઠેકાણે લખે.” તમને જાણીને આશ્ચર્ય થશે કે, હજુ એવા * Nevertheless, many complications are avoided by
imaging that the sun and not the earth is at rest Neither the sun nor the earth is at rest in any absolute sense, and yet it is, in a sense nearer to the truth to say that the earth movas round a fixed sun than to say that the sun moves round a fixed earth,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org