________________
૨૮૮]
વિજ્ઞાન અને ધર્મ
એ જ મનુષ્યને અગ્નિના ચૂલા પાસે બેસાડવામાં આવે છે ત્યારે એક મિનિટ એક કલાક જેટલી જાય છે.” - પ્રે. એડિંટન સાપેક્ષવાદને સમજાવતાં દિશાનું દષ્ટાંત આપે છે. તેઓ કહે છે એડિનબર્ગની અપેક્ષાએ કેબ્રિજની અમુક દિશા છે; જ્યારે લંડનની અપેક્ષાએ એ જ કેબ્રિજની બીજી દિશા થઈ જાય છે. •
એક વાત સમજી રાખવી કે સ્યાદ્વાદ એ અપેક્ષવાદ છે. વસ્તુના અનંત ધર્મોમાંથી કેઈ એકાદ ધર્મને અગ્રેસર કરીને વાત કરતે વાદ તે સ્યાદ્વાદ. વસ્તુની એક અપેક્ષાએ વિચાર કરે તેને જૈનદાર્શનિક નય કહે છે. જ્યારે વસ્તુની તમામ બાજુને સ્વીકાર કરવાપૂર્વક વિચાર કરે તેને “પ્રમાણ કહેવામાં આવે છે. નય એ આંશિક સત્ય છે જ્યારે પ્રમાણ એ સંપૂર્ણ સત્ય છે. સામે રહેલા ઘડાને જોઈને “આ ઘોડે છે એમ કહેવું તે આંશિક સત્ય સ્વરૂપ નયવાક્ય છે, જ્યારે “આ ઘડો પણ છે. એમ કહેવું તે પૂર્ણ સત્યસ્વરૂપ પ્રમાણુવાકય બને કેમકે “પણ” શબ્દથી ઘડામાં રહેલા અશ્વત્વ સિવાયના પણ તમામ ધર્મોને સ્વીકાર સૂચિત થઈ જાય છે.
આપણે જે જીવનવ્યહાર છે તે બધે “નય ની ભાષામાં ચાલે છે, પ્રમાણની ભાષામાં નહિ. ટૂંકમાં આ બે સત્ય વચ્ચે અંતર રહેલું છે. સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક એડિગ્ટન પણ આ જ વાત પિતાના શબ્દોમાં કહેતાં લખે છે કે, “પ્રાયિક સત્ય અને વાસ્તવિક સત્યની વચ્ચે આપણે એક રેખા ખેંચીએ છીએ. પદાર્થના કેવળ બાહ્ય, સ્વરૂપ સાથે સંબંધ રાખતું એક વક્તવ્ય સત્ય કહી શકાય, પરંતુ જે વક્તવ્ય તેથી પણ આગળ જઈ ને વસ્તુના તમામ અંશેને +: A more familiar example of a relative quantity is
• direction of an object. There is a direction of Cambridge relative to Edinburgh and another direction relative to London and so on.
-The Nature of Physical World. P. 25.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org