________________
સ્યાદ્વાદ: સાપેક્ષવાદ
[૨૮૫
શકે અને દુઃખી પણ હોઈ શકે છે. સુખ-દુ:ખ છે મનની કલ્પનાઓ જેવી અપેક્ષાને વિચાર તેવું સુખ કે તેવું દુઃખ.
પુત્રને એક ડીગ્રીને તાવ માતા-પિતાને દુખદ બને છે, પણ છ ડીગ્રીથી ઊતરતો ઊતરતે એક ડીગ્રી થાય ત્યારે તે જ એક ડિગ્રીને તાવ સુખદ બને છે.
કૂતરે ઊંઘ બગાડતે ભસ્યા કરે ત્યારે પથારીમાંથી ઊઠીને આંખ ચોળતા ઊભા થતા સાહેબ બે–ચાર ગાળે સંભળાવી દે છે. પણ
જ્યારે એમને ખબર પડે છે કે એ ભસવાના કારણે જ ચેરે નાસી ગયા, ત્યારે એ જ પરિસ્થિતિ સાહેબને પ્રસન્ન કરી મૂકે છે.
એ જ નાની લીટી કે ઈ મેટી લીટીની અપેક્ષાએ નાની છે પરંતુ એથી પણ વધુ નાની લીટીની અપેક્ષાએ તે એ મેટી છે.
ગામઠી સ્કૂલને માસ્તર ગામડામાં ભલે મહાન કહેવાતું હોય. પરંતુ શહેરની કોલેજના પ્રોફેસરની અપેક્ષાએ તે તે મૂખ જે કહેવાય, અને પ્રોફેસર જ મહાન કહેવાય. પરંતુ લંડનની વિશિષ્ટ પદવીવાળા ત્યાંના કોઈ ચાન્સેલરની અપેક્ષાએ તે પ્રેફેસર મહાન ન ગણાય અને મહાન એ પણ ચાન્સેલર આઈન્સ્ટાઈનની અપે-- ક્ષાએ તો કાંઈ જ ન ગણાય.
જુદી જુદી અપેક્ષાએ વસ્તુનાં જુદાં જુદાં સ્વરૂપ જેવા-સમજવા મળે છે. સ્યાદ્વાદ આપણને એ સ્વરૂપદર્શન કરવાનું કહે છે અને, જે અપેક્ષાના વિચારથી ચિત્તશાન્તિ મળે તે અપેક્ષાને પકડી લેવાનું જણાવે છે.
એક જ કેરી અડધી સારી છે અને અડધી બગડેલી છે. બગડેલીને વિચાર કરીને અશાન્ત થવું તે કરતાં શા માટે અડધી સારીને વિચાર ન કરે?
શ્રી બુદ્ધ અને આનંદ”ના સંવાદમાં સ્યાદ્વાર પદ્ધતિ જ જેવા. મળે છે. બુદ્ધ પિતાના શિષ્ય આનંદને પૂછે છે કે, “જે ગામમાં તે જાય છે એ ગામના લે તને ગાળે દેશે તે?” આનંદ કહે છે, ભલે ગાળે દે, પણ તે મારતા તે નથી ને?” “રે! મારશે તે ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org