________________
૨૮૪]
વિજ્ઞાન અને ધર્મ સ્વજનાદિન સુખવાળાઓ, નીરોગીઓની દુનિયા જરૂર છે, પરંતુ દુનિયા એટલી જ નથી, તારા પગ નીચે પણ છે. ત્યાં પણ બીજી . એક વિરાટ દુનિયા છે. ત્યાં ઘણું ગરીબ છે, બાગબંગલા વિનાના તે શું પણ એક ટંક પૂરું ખાવાનું પણ ન મળે તેવાએ પણ ત્યાં છે; બાળબચ્ચાંના ભયંકર કલેશથી પિડાતાઓ પણ છે અને રોગિષ્ઠો પણ છે. જરાક ત્યાં નજર નાંખ, તારાં દુઃખ કાંઈ જ વિસાતમાં નથી એમ તને લાગશે. ચિત્તને અપૂર્વ શાંતિ મળશે. તું તારી જાતને ઘણું દુઃખિયારી માનવાને બદલે મહાસુખી માનીશ.” લઘુતાગ્રંથિની કારમી પીડાવાળા માણસોને સ્યાદ્વાદ નીચું જોતાં શિખવાડીને શાન્તિ બક્ષે છે.
જ્યારે અહંતાગ્રન્થિથી પિડાતા લેકેને સ્યાદ્વાદ કહે છે. “શાને નીચે જઈને ફુલાય છે? ગર્વ કરે છે? જરા ઉપર જે ...તારાથી પણ વધુ શ્રીમંતાઈમાં મહાલતા લેકે આ દુનિયામાં વસે છે. એમની સમૃદ્ધિ પાસે તે તું ચપટી ધૂળ છે ધૂળ. તારા આરોગ્ય કરતાં ઘણું સુંદર આરોગ્ય ધરાવનારા અખાડબાને જે, તારે ગર્વ મળી જશે. આમ અહંતાગ્રન્થિવાળાને સ્યાદ્વાદ એક તમાચે મારીને ઠેકાણે લાવે છે.
ઉપર-નીચેની દુનિયાની જુદી જુદી અપેક્ષાના વિચાર કરવાથી દુઃખની દીનતા અને સુખની લીનતા બે ય દૂર થાય છે.
માથું તૂટી પડે છે ? તે સ્યાદ્વાદ કહે છે કે ટ્યુમરના દદીના માથામાંથી ભયંકર પીડા યાદ કરો ! એની પાસે તમારું દુઃખ કશી વિસાતમાં નથી.
સખત બફારો થાય છે? પિલાદની આગ ઝરની ભઠી પાસે કામ કરતા એક ગરીબ મજદૂર સામે જુઓ.
કેઈએ અપમાન કર્યું છે? સંતને નજર સામે લાવે. એમને થયેલાં અપમાને પાસે તમારું અપમાન બિચારું છે!
સ્યાદ્વાદ એટલે જુદી જુદી અપેક્ષાને વિચાર કરતે ચિત્તશાન્તિપ્રસાદ વાદ. એકની એક સ્થિતિમાં માણસ સુખી પણ હોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org