________________
સ્યાદ્વાદ: સાપેક્ષવાદ
[૨૮૩
તને રક્ષણમાં તે બીજી અને મનમાં આપી
હતી અશુચિ
ચાલે. એક વખત એ પણ જે પર્વત ઉપર ચડી જાય તે એને પણ નીચે રહેલા માન વહેંતિયા જેવડા જ લાગવાના. કેમકે હવે તેનું દર્શન પેલા માણસના દષ્ટિકણથી થયું. આમ દરેકના દષ્ટિકોણથી વિચાર કરવાથી જીવનવ્યવહાર ઘણું સંઘર્ષોમાંથી મુક્ત બની જાય છે.
ટૂંકમાં એટલું જ જણાવવાનું કે સ્યાદ્વાદ દરેક વસ્તુની દરેક બાજુના જુદા જુદા દષ્ટિકોણથી (જુદા જુદા એંગલથી) વિચાર કરવાનું કહે છે, દરેક પરિસ્થિતિને જુદી જુદી દષ્ટિથી મૂલવવાનું સમજાવે છે. કઈ પણ વસ્તુ ઉપર વધુ પડતી આસક્તિ થાય અને તેની પ્રગતિમાં કે તેના રક્ષણમાં તે ચિત્તને અશાન્ત કરી મૂકે તે સ્યાદ્વાદ કહે છે કે ‘મિત્ર, એ વસ્તુની બીજી અનેક બાજુઓ છે એને પણ તું વિચાર કરી લે. એ વિનાશી છે, એ બીજાને દાનમાં આપી શકાય તેવી છે. એનું બાહ્ય સ્વરૂપ જ આકર્ષક છે. આંતરસ્વરૂપમાં તે એકલી અશુચિ ભરેલી છે............ વગેરે વગેરે જે જે દષ્ટિકોણથી વિચાર થઈ શકે તેને અજમાવ....પળ બે પળમાં જ તારું ચિત્ત આસક્તિ મુક્ત થઈ જશે.
ક્યાંક કોઈ ઉપર રોષ થઈ જતો હોય ત્યારે પણ સ્યાદ્વાદ આગળ આવીને કહે છે કે શા માટે આ તેફાન? શુદ્ધ આત્માનું કોઈ કાંઈ જ બગાડી શકતું નથી. કોઈ કેઈને નથી; કેટલું જીવવું છે? વૈરથી વૈર કોનાં શમ્યાં છે? ક્ષણિક જીવનમાં આ કલેશ શા? શાને જાતે જ અંતરને ક્રોધથી સળગાવવું? વગેરે વગેરે દષ્ટિકોણથી વિચારણાઓ કર. ચિત્ત શાંત થઈ જશે.
ટૂંકમાં, રાગ અને રેષના તમામ પ્રસંગોને સ્યાદ્વાદ નિવારે છે. ચિત્તની અશાંતિને ટાળીને તેને સ્વસ્થ બનાવે છે.
દુનિયામાં બે પ્રકારના માન હોય છે. કેટલાક લઘુતાગ્રન્થિથી પીડાય છે, બીજા કેટલાક અહંતાગ્રન્થિથી પીડાય છે. સ્યાદ્વાદ બેયને શાંતિ આપવા આગળ આવે છે. પોતાનામાં ઘણું છતાં કાંઈ જ નથી એવું જે માને છે તેને કહે છે, “શા માટે તારી ઉપરની દુનિયા સામે જુએ છે? તારાથી ઉપર ઘણા શ્રીમંતે, બંગલાવાળાઓ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org