________________
૨૮૨
વિજ્ઞાન અને ધર્મ કરવામાં તેઓ બધા ભૂલા પડ્યા. કેમકે દરેકે હાથીનાં જુદાં જુદાં અંગને સ્પર્શ કર્યો હતે. જેણે પગ પકડ્યો તેણે પગની આકૃતિ ઉપરથી જ કહ્યું કે હાથી થાંભલા જેવું છે, બીજાએ સૂઢ પકડીને જાહેર કર્યું કે હાથી જાડા દેરડા જેવો છે; ત્રીજાએ કાન પકડીને સૂપડા જેવે કહ્યો. આમ દરેકે પોતાની વાત પકડી રાખી અને બીજાની વાત તિરસ્કારીને લડવા લાગ્યા. એટલામાં એક દેખતે ડાહ્યો માણસ આવ્યું. તેણે બધી વાત સાંભળીને બધાને શાંત પાડતાં કહ્યું કે તેમનામાં દરેક સાચે છે. પગની આકૃતિની અપેક્ષાએ હાથી બેશક થાંભલા જેવે છે પરંતુ સૂંઢની અપેક્ષાએ તે દોરડા જે પણ જરૂર છે. કાનની અપેક્ષાએ તે સૂપડા જેવું પણ જરૂર છે. એટલે બધા તે તે અપેક્ષાએ સાચા છે માટે તેઓ પોતાની વાતને પકડી રાખે તે બરાબર છે પરંતુ બીજાની વાતને તિરસ્કારી તે ન જ શકે.
આમ જુદાં જુદાં અનેક દષ્ટાંતથી જેનદાર્શનિકોએ સ્યાદ્વાદ, સમજાવે છે.
આ તે આપણે સ્યાદ્વાદનું સૈદ્ધાંતિક સ્વરૂપ જોયું. પરંતુ તેનું વ્યાવહારિક સ્વરૂપ શું? વ્યવહારમાં સ્યાદ્વાદની વિચારપદ્ધતિની ઉપલેગિતા શી? એ પણ વિચારવું જોઈએ.
ભેગી માણસને એ વાત સારી રીતે સમજાઈ છે કે જીવનમાં પ્રેમનું મૂલ્ય ઘણું છે. પ્રેમ વિના જીવી શકાતું નથી. પરંતુ એ વાત પણ સમજી લેવી જોઈએ કે પ્રેમના મૂલ્ય જેટલું જ મૂલ્ય સ્યાદ્વાદનું છે. આ જ વાતને સરળ રીતે આમ રજૂ કરી શકાય કે હું તમને ચાહું છું” એ વાક્યનું જેટલું મૂલ્ય ગણાતું હશે તેટલું મૂલ્ય, ‘તમે પણ સાચા હોઈ શકે છે એ વાક્યનું છે.
સ્યાદ્વાદનું જ આ વ્યાવહારિક સ્વરૂપ છે કે માનવમાત્રે દરેક વાતમાં બીજાના દષ્ટિકોણથી વિચાર કરી લઈને તે માનવ પ્રત્યે તિરરકાર ઉત્પન્ન ન કરતાં મૈત્રી રાખવી અથવા છેવટે ઉદાસીન રહેવું. પર્વતના ટેકરા ઉપર રહેલા માણસને તળેટીના રસ્તે ચાલતા માણસે વહેંતિયા જેવડા જ લાગે. એની વાતને નીચે ઊભેલે માણસ તિરસ્કારે તે નહિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org